સમાચાર ઊડતી નજરે
ભાજપે આગામી લોકસભા ચૂંટણી માટે 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી            પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના ઔરંગાબાદમાં 21 હજાર કરોડ રૂપિયાથી વધુની કિંમતની અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો            જથ્થાબંધ દવાઓ અને તબીબી ઉપકરણો એ નિર્ણાયક જરૂરિયાત છે જેનું ઉત્પાદન દેશમાં થવું જોઈએ - મંત્રી ડૉ.મનસુખ માંડવિયા            કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલા દ્વારા અનેક મહત્વપૂર્ણ તેમજ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યા            મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમંત્રીમંડળના મંત્રીશ્રીઓ તથા અધ્યક્ષ અને મુખ્ય દંડક સહિત મહાનુભાવો સાથે અયોધ્યામાં રામલલ્લાના દર્શન કરીને પૂજન-અર્ચન કર્યું           

Nov 30, 2023
11:48AM

પ્રધાનમંત્રી કેન્દ્ર સરકારની કલ્યાણ યોજનાઓના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે

@PIB_India
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 10 હજાર જન ઔષધિ કેન્દ્રનું લોકાર્પણ કરશે તેમજ પ્રધાનમંત્રી મહિલા કિસાન ડ્રોન કેન્દ્રનો શુભારંભ કરાવશે. આ ઉપરાંત દેશભરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઇ રહી છે ત્યારે પ્રધાનમંત્રી કેન્દ્ર સરકારની કલ્યાણ યોજનાઓના લાભાર્થીઓ સાથે વર્ચુઅલી સંવાદ કરશે. 
દેવઘર ખાતેની એઇમ્સમાં 10 હજાર જન ઔષધિ કેન્દ્રનું લોકાર્પણ બાદ આવા કેન્દ્રોની સંખ્યા તબક્કાવાર વધારીને 25 હજાર સુધી લઇ જવાના કાર્યક્રમનો પ્રધાનમંત્રી શુભારંભ કરાવશે. 
ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી મહિલા કિસાન ડ્રોન કેન્દ્ર યોજના હેઠળ આગામી ત્રણ વર્ષમાં મહિલાઓના સ્વસહાય જૂથોને 15 હજાર ડ્રોન આપવામાં આવશે તેમજ આ ડ્રોન ઉડાવવાની તાલીમ પણ અપાશે. કેન્દ્ર સરકારની આ પહેલથી કૃષિ માટે ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહન મળશે.  

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ