સમાચાર ઊડતી નજરે
ભાજપે આગામી લોકસભા ચૂંટણી માટે 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી            પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના ઔરંગાબાદમાં 21 હજાર કરોડ રૂપિયાથી વધુની કિંમતની અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો            જથ્થાબંધ દવાઓ અને તબીબી ઉપકરણો એ નિર્ણાયક જરૂરિયાત છે જેનું ઉત્પાદન દેશમાં થવું જોઈએ - મંત્રી ડૉ.મનસુખ માંડવિયા            કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલા દ્વારા અનેક મહત્વપૂર્ણ તેમજ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યા            મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમંત્રીમંડળના મંત્રીશ્રીઓ તથા અધ્યક્ષ અને મુખ્ય દંડક સહિત મહાનુભાવો સાથે અયોધ્યામાં રામલલ્લાના દર્શન કરીને પૂજન-અર્ચન કર્યું           

Nov 30, 2023
11:48AM

પ્રધાનમંત્રી 51 હજારથી વધુ લોકોને આજે નિમણૂંક પત્રો એનાયત કરશે

Twitted by AIR
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિવિધ સરકારી વિભાગોમાં નિમણૂંક પામેલા 51 હજારથી વધુ લોકોને આજે વિડિયો કોન્ફરન્સીંગ માધ્યમથી નિમણૂંક પત્રો એનાયત કરશે. આ પ્રસંગે તેઓ નિમણૂંક પામેલા યુવાનોને સંબોધન કરશે. 
ઉલ્લેખનીય છે કે દેશભરમાં 37 સ્થળોએ રોજગાર મેળાઓ યોજાશે. જેમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને કેન્દ્રશાસિત પ્રદેશોના વિવિધ વિભાગોના પદો માટે ભરતી યોજાશે. 
ઉલ્લેખનીય છે કે, રોજગારીની તકોના નિર્માણને ટોચની અગ્રતા આપવાની પ્રતિબદ્ધતાના ભાગરૂપે રોજગાર મેળાઓનું આયોજન થશે. નવા ભરતી પામેલા યુવાનોને કર્મયોગી પ્રારંભ પોર્ટલ દ્વારા તાલીમ મેળવવાની તક મળશે. આ પોર્ટલમાં 800 થી વધુ ઇ-અભ્યાસક્રમો ઉપલબ્ધ છે. 

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ