સમાચાર ઊડતી નજરે
યાંત્રિક બુધ્ધિમત્તા જેવી આધુનિક ટેકનીકનો ઉપયોગ જીવનને બહેતર બનાવવા માટે કરી શકાય છે: રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ            તાજેતરના વર્ષોમાં ભારતનું અર્થતંત્ર અને સાથે સાથે દેશનું વૈશ્વિક સન્માન તેમજ વિશ્વસનીયતામાં અનેક ગણો વધારો થયો છે: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ            સરકારે કહ્યું છે કે, સોમવારથી શરૂ થઈ રહેલાં સંસદના શિયાળુ અધિવેશનમાં તે કોઈપણ મુદ્દે ચર્ચા કરવા તૈયાર છે            પ્રધાનમંત્રીશ્રીના 'વોકલ ફોર લોકલ'ના મંત્રને કારણે દેશમાં ખાદીનું ટર્નઓવર 3 ગણું વધ્યું : કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ            રાજ્ય વાહન વ્યવહારમંત્રી હર્ષ સંઘવીએ આજે ગાંધીનગરના એસ.ટી ડેપો ખાતેથી “શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા” ઝુંબેશનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો           

Sep 23, 2023
4:24PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીની મુલાકાત લેશે

Twitted by AIR
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશમાં તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીની મુલાકાત લેશે. તેઓ ત્રણ અલગ-અલગ કાર્યક્રમોમાં ભાગ લેશે અને 1500 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. વડાપ્રધાન પહેલા વારાણસીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કરશે. ત્યારબાદ તેઓ વારાણસીની મહિલાઓ સાથે વાર્તાલાપ માટે સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલય પહોંચશે. જ્યાં 'નારીનશક્તિ વંદન અભિનંદન' કાર્યક્રમમાં આશરે 5000 મહિલાઓ હાજરી આપશે.  જેઓ મહિલા અનામત બિલ લાવવા માટે પ્રધાનમંત્રીનું જોરદાર સ્વાગત કરશે.
શ્રી મોદી બાદમાં રૂદ્રાક્ષ આંતરરાષ્ટ્રીય સહકાર અને સંમેલન કેન્દ્ર પહોંચશે અને કાશી સંસદ સાંસ્કૃતિક મહોત્સવ 2023ના સમાપન સમારોહમાં ભાગ લેશે. કાર્યક્રમ દરમિયાન તેઓ સમગ્ર ઉત્તર પ્રદેશમાં બનેલી 16 અટલ આવાસ વિદ્યાલયનું ઉદ્ઘાટન પણ કરશે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ