સમાચાર ઊડતી નજરે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઇકાલે ગાંધીનગર લોકસભા મતવિસ્તારની 8 નવી સબ પોસ્ટ ઓફિસનું વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ કર્યુ            મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને તેલંગણામાં તાજેતરમાં યોજાયેલ વિધાનસભા ચૂંટણી માટે આજે મતગણતરી            વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવી દિલ્હીમાં દિવ્યાંગ સશક્તિકરણ માટે રાષ્ટ્રીય પુરસ્કાર, 2023 પ્રદાન કરશે.            ભારત અને ઓસ્ટ્રેલિયા પાંચ ક્રિકેટ મેચની શ્રેણીની છેલ્લી T20 મેચ આજે બેંગલુરુ ખાતે સાંજે 7 વાગ્યે રમાશે.            યાંત્રિક બુધ્ધિમત્તા જેવી આધુનિક ટેકનીકનો ઉપયોગ જીવનને બહેતર બનાવવા માટે કરી શકાય છે: રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ           

Sep 21, 2023
5:11PM

લોકસભામાં મહિલા અનામત વિધેયક પસાર થવાથી મહિલા સમુદાયમાં નવી ઉર્જા અને આત્મવિશ્વાસનો સંચાર થશે.:પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

@sansad_tv
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે લોકસભામાં મહિલા અનામત વિધેયક પસાર થવાથી મહિલા સમુદાયમાં નવી ઉર્જા અને આત્મવિશ્વાસનો સંચાર થશે. 
લોકસભા શ્રી મોદીએ કહ્યું કે, આ નિર્ણય દેશને નવી ઊંચાઈઓ પર લઈ જશે. શ્રી મોદીએ મહિલા આરક્ષણ બિલ પસાર થાય તે સુનિશ્ચિત કરવા માટે સમર્થન આપવા બદલ તમામ પક્ષોનો આભાર માન્યો હતો. બિલને નારી શક્તિ વંદન અધિનિયમ પણ કહેવામાં આવે છે. તેમણે કહ્યું કે, મહિલા અનામત બિલ પસાર થવું એ ભારતની સંસદીય યાત્રામાં એક સુવર્ણ ક્ષણ છે.
લોકસભાએ ગઈકાલે બંધારણ બિલને મંજૂરી આપી હતી જેમાં મહિલાઓ માટે લોકસભા અને રાજ્યની વિધાનસભાઓમાં કુલ બેઠકોની એક તૃતીયાંશ બેઠકો અનામત રાખવા માંગ કરવામાં આવી હતી. મતના વિભાજન પછી બિલ પસાર થયું હતું જેમાં 454 સાંસદોએ બિલની તરફેણમાં જ્યારે બે સાંસદોએ તેની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ