સમાચાર ઊડતી નજરે
અમિત શાહે જણાવ્યું છે કે, વર્ષ 2022-23માં ખાદીનો કુલ કારોબાર એક લાખ 35 હજાર કરોડને પાર કરી ગયો છે            કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઇકાલે ગાંધીનગર લોકસભા મતવિસ્તારની 8 નવી સબ પોસ્ટ ઓફિસનું વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ કર્યુ            મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને તેલંગણામાં તાજેતરમાં યોજાયેલ વિધાનસભા ચૂંટણી માટે આજે મતગણતરી            વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવી દિલ્હીમાં દિવ્યાંગ સશક્તિકરણ માટે રાષ્ટ્રીય પુરસ્કાર, 2023 પ્રદાન કરશે.            ભારત અને ઓસ્ટ્રેલિયા પાંચ ક્રિકેટ મેચની શ્રેણીની છેલ્લી T20 મેચ આજે બેંગલુરુ ખાતે સાંજે 7 વાગ્યે રમાશે.           

Aug 29, 2023
11:18AM

પ્રધાનમંત્રીએ ગઇકાલે રશિયાના રાષ્ટ્રપતિ સાથે ટેલિફોન પર વાત કરી

FILE PIC
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ટેલિફોન પર વાત કરી અને દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. બંને નેતાઓએ પરસ્પર સહકારના અનેક મુદ્દાઓ પર પ્રગતિની સમીક્ષા કરી અને દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં તાજેતરમાં પૂર્ણ થયેલ BRICS સમિટ સહિત પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી.
રાષ્ટ્રપતિ પુતિને આગામી મહિનાની 9 અને 10 તારીખે નવી દિલ્હીમાં યોજાનારી G-20 સમિટમાં હાજરી આપવા માટે અસમર્થતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લવરોવ સમિટમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે. રશિયાના નિર્ણયને સમજીને, પ્રધાનમંત્રી મોદીએ G20 ની ભારતની અધ્યક્ષતા હેઠળના તમામ પ્રયાસોમાં સતત સમર્થન આપવા બદલ રાષ્ટ્રપતિ પુતિનનો આભાર માન્યો. બંને નેતાઓ સંપર્કમાં રહેવા માટે પણ સંમત થયા હતા. 

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ