સમાચાર ઊડતી નજરે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઇકાલે ગાંધીનગર લોકસભા મતવિસ્તારની 8 નવી સબ પોસ્ટ ઓફિસનું વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ કર્યુ            મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને તેલંગણામાં તાજેતરમાં યોજાયેલ વિધાનસભા ચૂંટણી માટે આજે મતગણતરી            વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવી દિલ્હીમાં દિવ્યાંગ સશક્તિકરણ માટે રાષ્ટ્રીય પુરસ્કાર, 2023 પ્રદાન કરશે.            ભારત અને ઓસ્ટ્રેલિયા પાંચ ક્રિકેટ મેચની શ્રેણીની છેલ્લી T20 મેચ આજે બેંગલુરુ ખાતે સાંજે 7 વાગ્યે રમાશે.            યાંત્રિક બુધ્ધિમત્તા જેવી આધુનિક ટેકનીકનો ઉપયોગ જીવનને બહેતર બનાવવા માટે કરી શકાય છે: રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ           

Aug 27, 2023
10:01AM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે બેંગલુરુમાં ઈસરોના વૈજ્ઞાનિકોને સંબોધન કરતી વખતે ઘણી મોટી જાહેરાતો કરી હતી

--
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે બેંગલુરુમાં ઈસરોના વૈજ્ઞાનિકોને સંબોધન કરતી વખતે ઘણી મોટી જાહેરાતો કરી હતી. તેમણે કહ્યું કે વિક્રમ લેન્ડર અને રોવર પ્રજ્ઞાન ચંદ્રની સપાટી પર જ્યાં ઉતર્યા છે તેનું નામ 'શિવ શક્તિ' બિંદુ રાખવામાં આવશે. ચંદ્રયાન-2નું લેન્ડર જ્યાં તૂટી પડ્યું હતું તે સ્થળ તિરંગા બિંદુ તરીકે ઓળખાશે. 
તેમણે કહ્યું કે, શિવમાં માનવતાના કલ્યાણનો સંકલ્પ છે અને 'શક્તિ' આપણને તે સંકલ્પોને પૂર્ણ કરવાની ક્ષમતા આપે છે. તેમણે કહ્યું કે ત્રિરંગા બિંદુ એ યાદ અપાવશે કે નિષ્ફળતા એ કોઈપણ પ્રયાસનો અંત નથી પરંતુ ભવિષ્યમાં સખત મહેનત કરવાનો અને સફળ થવાનો પાઠ છે..

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ