સમાચાર ઊડતી નજરે
યાંત્રિક બુધ્ધિમત્તા જેવી આધુનિક ટેકનીકનો ઉપયોગ જીવનને બહેતર બનાવવા માટે કરી શકાય છે: રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ            તાજેતરના વર્ષોમાં ભારતનું અર્થતંત્ર અને સાથે સાથે દેશનું વૈશ્વિક સન્માન તેમજ વિશ્વસનીયતામાં અનેક ગણો વધારો થયો છે: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ            સરકારે કહ્યું છે કે, સોમવારથી શરૂ થઈ રહેલાં સંસદના શિયાળુ અધિવેશનમાં તે કોઈપણ મુદ્દે ચર્ચા કરવા તૈયાર છે            પ્રધાનમંત્રીશ્રીના 'વોકલ ફોર લોકલ'ના મંત્રને કારણે દેશમાં ખાદીનું ટર્નઓવર 3 ગણું વધ્યું : કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ            રાજ્ય વાહન વ્યવહારમંત્રી હર્ષ સંઘવીએ આજે ગાંધીનગરના એસ.ટી ડેપો ખાતેથી “શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા” ઝુંબેશનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો           

Aug 27, 2023
9:44AM

પ્રધાનમંત્રીએ જાહેરાત કરી છે કે, ભારતમાં 23 ઓગસ્ટ “રાષ્ટ્રીય અવકાશ દિવસ” તરીકે ઉજવાશે

--
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેર કર્યું છે કે, ભારતમાં 23 ઓગસ્ટે રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે ઉજવવામાં આવશે. આ દિવસે ઈસરોના ચંદ્રયાન મિશને ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક ઉતરાણ કરીને ઈતિહાસ રચ્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું કે આ દિવસે આપણા વૈજ્ઞાનિક અને તકનીકી ક્ષેત્રમાં પ્રગતિની ઉજવણી કરવામાં આવશે. 
પ્રધાનમંત્રીએ કેન્દ્ર, રાજ્ય સરકારો અને યુનિવર્સિટીઓએ સુશાસન અને સમસ્યાનું નિરાકરણ સંબંધિત વિષયો પર રાષ્ટ્રીય હેકાથોનનું આયોજન કરવા હાકલ કરી હતી. ઈસરોના કમાન્ડ સેન્ટર ખાતે સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, ISRO આજે અવકાશ ક્ષેત્રે કામ કરતા દેશોની પ્રથમ હરોળમાં ઊભું છે. શ્રી મોદીએ વૈજ્ઞાનિકોની મહેનત, સમર્પણ, ઉત્સાહ અને દ્રઢતાને બિરદાવી હતી. તેમણે કહ્યું કે, ઈસરોના વૈજ્ઞાનિકોએ અંતરિક્ષમાં શંખનાદ કરીને ભારતને ચંદ્ર પર લઈ ગયા છે. 
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અવકાશ ટેક્નોલોજીએ ગવર્નન્સમાં પારદર્શિતા લાવી છે, જે સરકારી પ્રોજેક્ટ્સની પ્રગતિના આયોજન અને દેખરેખમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. તેમણે My-Gov પોર્ટલ દ્વારા ચંદ્રયાન-3 પર રાષ્ટ્રીય પ્રશ્નોત્તરી કાર્યક્રમની પણ જાહેરાત કરી હતી. તેમણે સંશોધકોને આપણી પ્રાચીન હસ્તપ્રતોનો અભ્યાસ કરવા અને આપણા પૂર્વજોના જ્યોતિષ અને ખગોળશાસ્ત્રના જ્ઞાન વિશે વિશ્વને માહિતગાર કરવા આહ્વાન કર્યું..                       

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ