સમાચાર ઊડતી નજરે
અમિત શાહે જણાવ્યું છે કે, વર્ષ 2022-23માં ખાદીનો કુલ કારોબાર એક લાખ 35 હજાર કરોડને પાર કરી ગયો છે            કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઇકાલે ગાંધીનગર લોકસભા મતવિસ્તારની 8 નવી સબ પોસ્ટ ઓફિસનું વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ કર્યુ            મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને તેલંગણામાં તાજેતરમાં યોજાયેલ વિધાનસભા ચૂંટણી માટે આજે મતગણતરી            વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવી દિલ્હીમાં દિવ્યાંગ સશક્તિકરણ માટે રાષ્ટ્રીય પુરસ્કાર, 2023 પ્રદાન કરશે.            ભારત અને ઓસ્ટ્રેલિયા પાંચ ક્રિકેટ મેચની શ્રેણીની છેલ્લી T20 મેચ આજે બેંગલુરુ ખાતે સાંજે 7 વાગ્યે રમાશે.           

Aug 24, 2023
9:53AM

પ્રધાનમંત્રીએ આ સિદ્ધિ બદલ ઇસરોની પ્રશંસા કરી

--
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ચંદ્રયાન-3 ચંદ્ર મિશનની નોંધપાત્ર સફળતા માટે ઈસરોની પ્રશંસા કરી છે અને કહ્યું છે કે, આ ઐતિહાસિક સિદ્ધિ સાથે વિકસિત ભારતનું રણશિંગુ ફૂંકાયુ છે.
દક્ષિણ આફ્રિકાથી વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાષ્ટ્રને સંબોધતા શ્રી મોદીએ કહ્યું, ભારતના અવકાશ ક્ષેત્ર માટે આ એક ઐતિહાસિક દિવસ જેનો સંપૂર્ણ દેશ ગર્વ અનુભવે છે. આ વિકસિત ભારત અને નવી ઉર્જા માટે એક ક્ષણ હોવાનું પણ તેમણે કહ્યું હતું.
પ્રધાનમંત્રીએ કહ્યું, ભારતે પૃથ્વી પર જે સંકલ્પ લીધો હતો અને ચંદ્ર પર તેને પૂર્ણ કર્યો છે. તેમણે કહ્યું, કે આ નવા ભારતની સવાર છે અને આ સફળતા સમગ્ર માનવતાની છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદનાં સ્પેસ રિસર્ચ સેન્ટર ખાતેથી ઉતરાણનું લાઈવ સ્ટ્રીમિંગ નિહાળ્યું હતું. આ ઐતિહાસિક સિદ્ધિ બદલ ઇસરોને અભિનંદન પાઠવતા મુખ્યમંત્રીએ આ મુજબ પ્રતીભાવ આપ્યો.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ