સમાચાર ઊડતી નજરે
મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને તેલંગણામાં તાજેતરમાં યોજાયેલ વિધાનસભા ચૂંટણી માટે આજે મતગણતરી            વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવી દિલ્હીમાં દિવ્યાંગ સશક્તિકરણ માટે રાષ્ટ્રીય પુરસ્કાર, 2023 પ્રદાન કરશે.            ભારત અને ઓસ્ટ્રેલિયા પાંચ ક્રિકેટ મેચની શ્રેણીની છેલ્લી T20 મેચ આજે બેંગલુરુ ખાતે સાંજે 7 વાગ્યે રમાશે.            યાંત્રિક બુધ્ધિમત્તા જેવી આધુનિક ટેકનીકનો ઉપયોગ જીવનને બહેતર બનાવવા માટે કરી શકાય છે: રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ            તાજેતરના વર્ષોમાં ભારતનું અર્થતંત્ર અને સાથે સાથે દેશનું વૈશ્વિક સન્માન તેમજ વિશ્વસનીયતામાં અનેક ગણો વધારો થયો છે: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ           

Aug 24, 2023
9:53AM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, બ્રિક્સ સંગઠનને ભવિષ્ય માટે તૈયાર કરવા સંબંધિત દેશોને પણ તૈયાર થવું પડશે

--
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, બ્રિક્સ સંગઠનને ભવિષ્ય માટે તૈયાર કરવા સંબંધિત દેશોને પણ તૈયાર થવું પડશે. દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં 15માં બ્રિક્સ સંમેલનને સંબોધતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ મુજબ જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, લગભગ બે દાયકામાં બ્રિક્સે મહત્વપૂર્ણ યાત્રા નક્કી કરી છે અને આ યાત્રામાં આ સંગઠન દ્વારા ઘણી ઉપલબ્ધીઓ પ્રાપ્ત થઇ છે. શ્રી મોદીએ બધા જ બ્રિક્સ દેશોને આફ્રિકી સંગઠનને જી20 માં સમાવિષ્ટ થવાનું આહવાન કર્યું છે.  
આ દરમિયાન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જોહાનિસબર્ગમાં દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા સાથે પણ દ્વિપક્ષીય બેઠક કરી હતી. શ્રી મોદીએ ટ્વીટર ઉપર જણાવ્યું કે, રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા સાથે તેમની બેઠક ઘણી જ રોચક રહી. બંન્ને દેશોએ ભારત અને દક્ષિણ આફ્રિકાના સંબંધો વધુ મજબૂત કરવા વ્યાપક ચર્ચા કરી. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, આ બેઠકમાં વેપાર, રક્ષા અને મૂડીરોકાણ પર વિશેષ રૂપે ચર્ચા થઇ.
ગઇકાલે સાંજે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ શ્રી મોદી પહોંચ્યા હતા. હવાઈમથકે  તેમનું દક્ષિણ આફ્રિકાના ઉપરાષ્ટ્રપતિ પોલ મૈશાટાઇલ સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રી મોદી ભારતીય સમુદાયને પણ  મળ્યા હતા અને તેમની સાથે વાતચીત કરી. જોહાનિસબર્ગમાં દક્ષિણ આફ્રિકાની અધ્યક્ષતામાં ત્રણ દિવસીય બ્રિક્સ સમિટ યોજાઈ રહી છે. બ્રિક્સ જૂથમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ