A-
A
A+
છેલ્લી અપડેટ્સ :
Dec 2 2023 8:26PM
સ્ક્રીન રીડર એક્સેસ
Select Language/ભાષા પસંદ કરો
English/અંગ્રેજી
Hindi/હિન્દી
Gujarati/ગુજરાતી
Marathi/મરાઠી
Urdu/ઉર્દૂ
Tamil/તામિલ
Dogri/ડોગરી
Assamese/આસામી
Rajasthani/राजस्थानी
Bengali/বাংলা
હોમ પેજ
સમાચાર ઊડતી નજરે
યાંત્રિક બુધ્ધિમત્તા જેવી આધુનિક ટેકનીકનો ઉપયોગ જીવનને બહેતર બનાવવા માટે કરી શકાય છે: રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ
          
તાજેતરના વર્ષોમાં ભારતનું અર્થતંત્ર અને સાથે સાથે દેશનું વૈશ્વિક સન્માન તેમજ વિશ્વસનીયતામાં અનેક ગણો વધારો થયો છે: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ
          
સરકારે કહ્યું છે કે, સોમવારથી શરૂ થઈ રહેલાં સંસદના શિયાળુ અધિવેશનમાં તે કોઈપણ મુદ્દે ચર્ચા કરવા તૈયાર છે
          
પ્રધાનમંત્રીશ્રીના 'વોકલ ફોર લોકલ'ના મંત્રને કારણે દેશમાં ખાદીનું ટર્નઓવર 3 ગણું વધ્યું : કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ
          
રાજ્ય વાહન વ્યવહારમંત્રી હર્ષ સંઘવીએ આજે ગાંધીનગરના એસ.ટી ડેપો ખાતેથી “શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા” ઝુંબેશનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો
          
Aug 23, 2023
,
3:20PM
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત આવનારા વર્ષોમાં વિશ્વનું ગ્રોથ એન્જિન બનશે
--
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં ગઇકાલે બ્રિક્સ બિઝનેસ ફોરમને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભારત આવનારા વર્ષોમાં વિશ્વનું ગ્રોથ એન્જિન બનશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં આર્થિક ઉથલપાથલ હોવા છતાં ભારત આજે વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું મુખ્ય અર્થતંત્ર બની ગયું છે. ભારત ટૂંક સમયમાં પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બની જશે. એવો પણ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યુ હતું. અત્યાર સુધીમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા લાભાર્થીઓના બેંક ખાતામાં 360 અબજ ડોલરથી વધુ જમા કરવામાં આવ્યા છે. ડિજિટલ ટ્રાન્ઝેક્શન અંગે પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આજે ભારતમાં ફેરિયા થી લઈને મોટા શોપિંગ મોલ્સ સુધી દરેક સ્તરે યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસનો ઉપયોગ થાય છે. તેમણે કહ્યું કે આજે ભારત વિશ્વના તમામ દેશોમાં સૌથી વધુ ડિજિટલ વ્યવહાર કરતો દેશ છે.. પ્રધાનમંત્રીએ બ્રિક્સના વ્યાપારી નેતાઓને પણ ભારતની વિકાસ યાત્રામાં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું.
ગઇકાલે સાંજે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ શ્રી મોદી પહોંચ્યા હતા. હવાઈમથકે તેમનું દક્ષિણ આફ્રિકાના ઉપરાષ્ટ્રપતિ પોલ મૈશાટાઇલ સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રી મોદી ભારતીય સમુદાયને પણ મળ્યા હતા અને તેમની સાથે વાતચીત કરી. જોહાનિસબર્ગમાં દક્ષિણ આફ્રિકાની અધ્યક્ષતામાં ત્રણ દિવસીય બ્રિક્સ સમિટ યોજાઈ રહી છે. બ્રિક્સ જૂથમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે.
સંબંધિત સમાચાર
પ્રધાનમંત્રી બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેવા રવાના
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે દક્ષિણ આફ્રિકા અને ગ્રીસના પ્રવાસે
ભારતનું ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વૈશ્વિક પડકારો માટે સર્વ સમાવેશક અને સુરક્ષિત ઉકેલ પ્રદાન કરનારું છે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
ભારતની અર્થવ્યવસ્થા આ પડકારભર્યા સમયમાં આશાના કિરણની જેમ દ્રશ્યમાન છે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 22મી તારીખે દક્ષિણ આફ્રિકા અને ગ્રીસની ચાર દિવસની મુલાકાતે જશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉદઘાટન સત્રને વર્ચુઅલ માધ્યમથી સંબોધશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિશ્વ આરોગ્ય સંગઠન- WHOના મહાનિયામક ડો. ટ્રેડોસ અધનોમ ધેબ્રેયેસસનું સ્વાગત કર્યું.
ભારતની વસ્તી લોકશાહી અને વિવિધતાની ત્રિવેણીમાં દેશના દરેક સપાનાને સાકાર કરવાની ક્ષમતા છે - પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટરના માધ્યમથી વિદ્વાન કંડલાકુંતા અલાહા સિંગારા ચાર્યુલુના નિધન પર શોક વ્યક્ત કર્યો
દેશ રાષ્ટ્ર ગૌરવની ભાવના સાથે આજે 77માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી રહ્યો છે
લાઈવ ટ્વીટર ફીડ