સમાચાર ઊડતી નજરે
યાંત્રિક બુધ્ધિમત્તા જેવી આધુનિક ટેકનીકનો ઉપયોગ જીવનને બહેતર બનાવવા માટે કરી શકાય છે: રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ            તાજેતરના વર્ષોમાં ભારતનું અર્થતંત્ર અને સાથે સાથે દેશનું વૈશ્વિક સન્માન તેમજ વિશ્વસનીયતામાં અનેક ગણો વધારો થયો છે: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ            સરકારે કહ્યું છે કે, સોમવારથી શરૂ થઈ રહેલાં સંસદના શિયાળુ અધિવેશનમાં તે કોઈપણ મુદ્દે ચર્ચા કરવા તૈયાર છે            પ્રધાનમંત્રીશ્રીના 'વોકલ ફોર લોકલ'ના મંત્રને કારણે દેશમાં ખાદીનું ટર્નઓવર 3 ગણું વધ્યું : કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ            રાજ્ય વાહન વ્યવહારમંત્રી હર્ષ સંઘવીએ આજે ગાંધીનગરના એસ.ટી ડેપો ખાતેથી “શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા” ઝુંબેશનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો           

Aug 21, 2023
7:56PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે દક્ષિણ આફ્રિકા અને ગ્રીસના પ્રવાસે

FILE PIC
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દક્ષિણ આફ્રિકા અને ગ્રીસના પ્રવાસે જવા આવતીકાલે નીકળી જશે.. વિદેશ સચિવ વિનય મોહન કવાત્રાએ નવી દિલ્હીમાં આજે પત્રકારોને જણાવ્યું કે, પ્રધાનમંત્રી આવતીકાલે સવારે જોહાનિસબર્ગ જવા રવાના થશે. પ્રધાનંત્રી જોહાનિસબર્ગમાં 15મા બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેશે. આ સંમેલન આવતીકાલે શરૂ થશે અને 24મી ઓગસ્ટ સુધી ચાલશે. વિનય મોહન કવાત્રાએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી કાલે સાંજે બ્રિક્સ નેતાઓની બેઠકમાં ભાગ લેશે. એ બેઠકમાં વૈશ્વિક ઘટનાઓ વિશે ચર્ચા થાય તેવી ધારણા છે.

તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી બુધવારે બ્રિક્સ સંમેલનમાં ભાગ લેશે. એ સંમેલનમાં બ્રિક્સ દેશો વચ્ચે પરસ્પર સહકાર, બહુપક્ષીય પ્રણાલીમાં સુધારા અને ત્રાસવાદ જેવા મુદ્દાઓ વિશે મુખ્યત્વે ચર્ચા થશે. તેમણે કહ્યું કે, 24મી તારીખે પ્રધાનમંત્રી બ્રિક્સ- આફ્રિકા સંપર્ક અને બ્રિક્સ પ્લસ વાટાઘાટોમાં ભાગ લેશે.

વિનય મોહન કવાત્રાએ જણાવ્યું કે, દક્ષિણ આફ્રિરા, બ્રિક્સ સંગઠનના હાલના અધ્યક્ષપદે છે. 2019 પછી બ્રિક્સ સંમેલન પહેલી વાર મળી રહ્યું છે. તેમણે કહ્યું કે, 15મી બ્રિક્સ સંમેલનમાં ભારતનું વેપારી પ્રતિનિધીમંડળ પણ ભાગ લઇ રહ્યું છે. તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી ગ્રીસના પ્રધાનમંત્રીના આમંત્રણને માન આપીને 25મી ઓગસ્ટે ગ્રીસ જવા રવાના થશે.  

 

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ