સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી આજે સાયન્સ સિટી ખાતે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ૨૦ વર્ષની ઉજવણી નિમિત્તે યોજાનાર કાર્યક્રમની અધ્યક્ષતા કરશે.            પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે છોટાઉદેપુર ખાતે 5,200 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેકટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.            રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે મધ્યપ્રદેશના ઈન્દોરમાં ભારત સ્માર્ટ સિટી પુરસ્કાર સ્પર્ધા- 2022ના વિજેતાઓને પુરસ્કારો એનાયત કરશે.            સરકાર દિલ્હી અને જયપુર વચ્ચે ઈલેક્ટ્રિક હાઈવે બનાવવાની યોજના બનાવી રહી છે. - નીતિન ગડકરી            ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી અને અંતિમ વન-ડે આજે રાજકોટ ખાતે રમાશે.           

May 06, 2023
3:55PM

હવામાન વિભાગે રાજ્યમાં આજે અને આવતીકાલે એમ બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે.

ફાઈલ ફોટો
હવામાન વિભાગે રાજ્યમાં આજે અને આવતીકાલે એમ બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં કમોસમી વરસાદ થશે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પંથકમાં સામાન્ય વરસાદની આગાહી છે.
આજે અમદાવાદ, ગાંધીનગર, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપી સહિતના જયારે સૌરાષ્ટ્રમાં ભાવનગર, બોટાદ, અમરેલી, ગીરસોમનાથ અને જામનગર, જૂનાગઢ અને રાજકોટમાં કમોસમી વરસાદની સંભાવના છે. આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા અને સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગરમાં કમોસમી વરસાદની સંભાવના છે.
બે દિવસ બાદ તાપમાનનો પારો 3 થી 4 ડિગ્રી વધશે. જેથી ગરમીમાં વધારો થશે. અમદાવાદમાં આગામી નવમી મેએ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 
છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં 55 મિલીમીટર વરસાદ નોંધાયો છે. તો ડાંગના આહવામાં 37 મીમી અને સુબીર તાલુકામાં 16 મીમી વરસાદ નોંધાયો છે. તો ભરૂચમાં 15 મીમી વરસાદ નોંધાયો

લાઈવ ટ્વીટર ફીડ