સમાચાર ઊડતી નજરે
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ચેતવણી આપી છે કે કોવિડ રોગચાળોનો ખતરો હજી દૂર થયો નથી            ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ રાજસ્થાન, ઓડિશા, દિલ્હી અને બિહારમાં પક્ષના નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક કરી            આજે શહિદ દિવસ નિમિત્તે સદગતને શ્રધ્ધાંજલિ આપતા કાર્યક્રમો રાજ્યભરમાં મનાવવામાં આવ્યા            અમદાવાદના વસ્ત્રાપુર ખાતે આવેલ અમદાવાદ હાટમાં હસ્તકલા હાટનું ઉદઘાટન કરવામાં આવ્યું            સુરતની કોર્ટે ‘મોદી અટક અંગે’ કરાયેલા નિવેદન બાબતે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા           

Feb 06, 2023
11:13AM

પ્રધાનમંત્રી આજે બેંગલુરૂમાં ભારત ઊર્જા સપ્તાહનો આરંભ કરાવશે.

આકાશવાણી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કર્ણાટકના બેંગલુરૂમાં ભારત ઊર્જા સપ્તાહનો આજે સવારે 11 વાગે આરંભ કરાવશે.
આ સમારંભમાં પ્રધાનમંત્રી ગ્રીન એનર્જી અર્થાત પર્યાવરણને અનૂકુળ ઊર્જા ક્ષેત્રે નવી પહેલોનો પણ પ્રારંભ કરાવશે. જેમાં ઇથેનોલ મિશ્રીત ઇંધણનો કાર્યક્રમ કેન્દ્રમાં રહેશે.
ભારતને ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવામાં સરકાર ઇથેનોલોનું મિશ્રણ કરાયેલ ઇંધણને કેન્દ્રમાં રાખી રહી છે.
બેંગલુરૂમાં શરૂ થઈ રહેલ ઊર્જા સપ્તાહ હેઠળના વિવિધ કાર્યક્રમોમાં વિવિધ દેશોના 30 મંત્રીઓ અને 30 હજાર પ્રતિનિધિઓ ભાગ લેશે. એવી જ રીતે વિવિધ ચર્ચા સત્રોમાં ઊર્જા ક્ષેત્રના પડકારો અને નવી તકો અંગે સરકાર ઊર્જા ઉદ્યોગ ક્ષેત્રના પ્રતિનિધિઓ અને નિષ્ણાતો ચર્ચા વિચારણા કરશે.
આ ઉપરાંત ઊર્જા ક્ષેત્રના એક હજાર જેટલા એક્ઝીબીટરો પણ ઉપસ્થિત રહેશે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ