સમાચાર ઊડતી નજરે
રેલ્વે મંત્રાલયે ઓરિસ્સા ટ્રેન અકસ્માતની સીબીઆઇ દ્વારા તપાસ કરાવવાની ભલામણ કરી            રેલ્વેતંત્રએ ઓરિસ્સા ટ્રેન અકસ્માતમાં મૃતકો અને પ્રવાસીઓના કુટુંબીજનોની સગવડ માટે હેલ્પલાઇન નંબર – 139ની વિશેષ વ્યવસ્થા કરી            રાજ્યમાં હજુ આગામી બે દિવસ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા            આવતીકાલે વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી અંબાજી ખાતે કરાશે            મુખ્યમંત્રીએ ઉત્તર ગુજરાતના બે અતિ સૂકા તાલુકાઓને પાણી પહોંચાડવાનો નિર્ણય કર્યો           

Feb 02, 2023
8:28PM

જળજીવન મિશન હેઠળ રાજ્યમાં ૨૦૨૪ સુધીમાં તમામ ઘરમાં નળ દ્વારા પાણી અપાશે

આકાશવાણી
જળજીવન મિશન હેઠળ રાજ્યમાં ૨૦૨૪ સુધીમાં તમામ ઘરમાં નળ દ્વારા પાણી અપાશે. હાલ દેશમાં અગિયાર કરોડ પાંચ લાખ ગ્રામીણ પરિવારોના ઘરમાં નળ દ્વારા પાણીનો પુરવઠો મળી રહ્યો છે. જળશક્તિ રાજ્યમંત્રી પ્રહલાદસિંહ પટેલે જણાવ્યું કે સરકાર 2024 સુધીમાં દેશના દરેક ગ્રામીણ ઘરમાં નળ દ્વારા પાણીનું જોડાણ આપવા માટે જળજીવન મિશનનો અમલ કરી રહી છે. 
આજે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં શ્રી પટેલે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, જળજીવન મિશનની જાહેરાત સમયે, ત્રણ કરોડ 23 લાખ ગ્રામીણ પરિવારોના ઘરમાં નળ દ્વારા પાણીના જોડાણ હતાં. હવે અત્યાર સુધીમાં વધુ સાત કરોડ 81 લાખ ગ્રામીણ પરિવારોને નળ મારફતે પાણીનાં જોડાણો આપવામાં આવ્યાં છે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ