A-
A
A+
છેલ્લી અપડેટ્સ :
Mar 23 2023 7:54PM
સ્ક્રીન રીડર એક્સેસ
Select Language/ભાષા પસંદ કરો
English/અંગ્રેજી
Hindi/હિન્દી
Gujarati/ગુજરાતી
Marathi/મરાઠી
Urdu/ઉર્દૂ
Tamil/તામિલ
Dogri/ડોગરી
Assamese/આસામી
Rajasthani/राजस्थानी
હોમ પેજ
સમાચાર ઊડતી નજરે
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ચેતવણી આપી છે કે કોવિડ રોગચાળોનો ખતરો હજી દૂર થયો નથી
          
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ રાજસ્થાન, ઓડિશા, દિલ્હી અને બિહારમાં પક્ષના નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક કરી
          
આજે શહિદ દિવસ નિમિત્તે સદગતને શ્રધ્ધાંજલિ આપતા કાર્યક્રમો રાજ્યભરમાં મનાવવામાં આવ્યા
          
અમદાવાદના વસ્ત્રાપુર ખાતે આવેલ અમદાવાદ હાટમાં હસ્તકલા હાટનું ઉદઘાટન કરવામાં આવ્યું
          
સુરતની કોર્ટે ‘મોદી અટક અંગે’ કરાયેલા નિવેદન બાબતે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા
          
Jan 30, 2023
,
11:42AM
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પર્યાવરણને બચાવવા ઇલેક્ટ્રોનીક કચરાનો યોગ્ય નિકાલ કરવા હાકલ કરી.
આકાશવાણી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પર્યાવરણને બચાવવા ઇલેક્ટ્રોનીક કચરાનો યોગ્ય નિકાલ કરવા હાકલ કરી છે. ગઈકાલે આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં બોલતા પ્રધાનમંત્રી એ કહ્યું કે, ઇ-વેસ્ટનો યોગ્ય નિકાલ ન કરવામાં આવે તો તે પર્યાવરણને નુકસાન પહોંચાડી શકે છે. તેમણે ઇ-વેસ્ટ રી-સાઇક્લિંગ સાથે સંકળાયેલા 500થી વધુ ઉદ્યોગોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, આ ક્ષેત્રે શરૂ થયેલા સ્ટાર્ટઅપ ઘણા લોકોને રોજગારી આપે છે.
તેમણે કેટલીક મોબાઇલ એપ અને વેબસાઇટ દ્વારા ઇ-વેસ્ટ એકત્રિત કરવાની પહેલનો ઉલ્લેખ કરતાં લોકોનાં ઇ-વેસ્ટ અંગે જાગૃતિની જરૂરિયાત પર ભાર મૂક્યો જળાપ્લાવિત ક્ષેત્રોના મહત્વ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, દેશમાં રામસર સાઇટની સંખ્યા વધીને 75 થઈ છે. ઓડીશાના ચિલિકા તળાવ અને તામિલનાડુના વેદાથંગમનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, આ સ્થળો મોટી સંખ્યામાં પક્ષીઓના આશ્રયસ્થાન બન્યા છે.
પ્રધાનમંત્રીએ આ વર્ષને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અને બરછટ ધાન્યના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે ઉજવવાના ભારતના પ્રસ્તાવ અંગે સંયુક્ત રાષ્ટ્ર સંઘે સકારાત્મક નિર્ણય લીધો તેનો ગર્વ વ્યકત કર્યો હતો. તેમણે ખુશી વ્યક્ત કરી કે હવે લોકો મોટા પાયે તેમના આહારમાં બાજરીનો સમાવેશ કરી રહ્યા છે.
મોદીએ કહ્યું કે પરંપરાગત રીતે બરછટ અનાજ ઉગાડતા નાના ખેડૂતો પર તેની મોટી અસર પડી છે. તાજેતરમાં જાહેર થયેલા પદ્મ પુરસ્કારો અંગે શ્રી મોદીએ કહ્યું કે આ વખતે આદિવાસી સમુદાય અને તેમની સાથે જોડાયેલા લોકોને પદ્મ પુરસ્કારો આપવામાં આવ્યા છે. મોદીએ લોકોને આ પદ્મ પુરસ્કાર વિજેતાઓના પ્રેરણાદાયી જીવનમાંથી શીખવાની અપીલ કરી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, ભારત લોકશાહીની માતા છે અને લોકશાહી ભારતના લોકોની સંસ્કૃતિમાં વણાયેલી છે. તેમણે કહ્યું કે ભારત વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે અને ભારતીય સમાજ લોકશાહી પ્રકૃતિ ધરાવે છે.
સંબંધિત સમાચાર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાતના 99મા એપિસોડ માટે લોકો પાસેથી સૂચનો આમંત્રિત કર્યા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ શુક્ર્વારે 24 તારીખે વારાણસીની મુલાકાત લેશે.
ભારત થોડાં વર્ષોમાં જ વિશ્વમાં ટેલિકોમ ટેક્નોલોજીનો સૌથી મોટો નિકાસકાર બનશે :પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રીએ કર્ણાટકના હુબલી સ્ટેશનમાં વિશ્વનું સૌથી લાંબુ રેલવે પ્લેટફોર્મ દેશને સમર્પિત કર્યું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હી ખાતે શ્રી અન્ન પરિષદનું ઉદ્ઘાટન કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવા સંવત્સર નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી.
ભાજપના વરિષ્ઠ નેતા ડો. માણિક સાહાએ આજે ત્રિપુરાના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિપુરાના મુખ્યમંત્રી તરીકે શપથ લેનારા ડો. માણિક સહાને અભિનંદન પાઠવ્યા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના આવતીકાલે વિડિયો-કોન્ફરન્સ દ્વારા ભારત-બાંગ્લાદેશ મૈત્રી પાઇપલાઇનનું ઉદ્ઘાટન કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઑસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની અલ્બેનિઝ વચ્ચે આજે નવીદિલ્હીમાં દ્વિપક્ષી મંત્રણાઓ યોજાઈ
લાઈવ ટ્વીટર ફીડ