સમાચાર ઊડતી નજરે
તેલંગાણા વિધાનસભાની ચૂંટણી આવતીકાલે યોજાશે            પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી કેન્દ્ર સરકારની કલ્યાણ યોજનાઓના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે            પ્રધાનમંત્રી વિવિધ સરકારી વિભાગોમાં નિમણૂંક પામેલા 51 હજારથી વધુ લોકોને નિમણૂંક પત્રો એનાયત કરશે            મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ટોક્યોમાં જાપાનના અગ્રણી ઉદ્યોગ રોકાણકારો સાથે રોડ-શો યોજ્યો            કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની મુદત આગામી પહેલી જાન્યુઆરી, 2024થી વધુ પાંચ વર્ષ સુધી લંબાવી           

Jan 30, 2023
11:40AM

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી બીજી T20 મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 6 વિકેટે હરાવ્યું.

@ICC
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી 3 મેચની શ્રેણીની બીજી T20 મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 6 વિકેટે હરાવ્યું છે. ગઈકાલે રમાયેલી આ મેચમાં ન્યૂઝીલેન્ડ દ્વારા અપાયેલા 100 રનના લક્ષ્યાંકના જવાબમાં ભારતે 19.5 ઓવરમાં 4 વિકેટે 101 રન બનાવી જીત મેળવી હતી.
ન્યૂઝીલેન્ડ સામે સૂર્યકુમાર યાદવ સૌથી વધુ રન બનાવનાર રહ્યા હતા, જે 26 રન પર નોટ આઉટ રહ્યા હતા. 
જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમે 20 ઓવરમાં 8 વિકેટે 99 રન બનાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, રાંચીમાં રમાયેલી પ્રથમ T- 20 મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને 21 રને હરાવ્યુ હતું. ત્રીજી અને અંતિમ T20 મેચ બુધવારે અમદાવાદમાં રમાશે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ