પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં વાર્ષિક NCC પીએમરેલીને સંબોધિત કરતાં કહ્યું કે, સંરક્ષણક્ષેત્રમાં થયેલા સુધારાનો લાભ દેશના યુવા વર્ગને મળી રહ્યો છે. તેમણે કહ્યું કે, ભારત માટે આ તકોથી ભરપૂર સમય છે અનેદેશના યુવાનો માટે નવી નવી તકો ઉપલબ્ધ છે. નવી દિલ્હીના કરિયપ્પા પરેડ મેદાનમાંઆયોજિત રેલીમાં શ્રી મોદીએ કહ્યું કે, ભારતનીવિકાસયાત્રાને તેની યુવા શક્તિ નિરંતર વેગ આપી રહી છે. દેશના યુવાનો માટે નવાક્ષેત્રોમાં સ્ટાર્ટ અપ ક્રાંતિ કે નવીનતા ક્રાંતિ હોય યુવાનો તેનો ભરપૂર લાભ લઈરહ્યા છે. તેમણે કહ્યું કે,આઝાદીના 75મા વર્ષમાં રાષ્ટ્રીય કેડેટફોર પોતાની સ્થાપનાના 75 વર્ષ પૂરા કરે છે ત્યારે રાષ્ટ્રીય કેડેટને અભિનંદન છે.પ્રધાનમંત્રીએ આ પ્રસંગે 75 રૂપિયાનો એક નવો સિક્કો બહાર પાડ્યો હતો. વસુધૈવકુટુંમ્બકમની ભારતીય ભાવનાને અનુરૂપ 19 દેશોના 196 અધિકારી અને કેડેટસ રેલીમાંઆમંત્રિત કરાયા હતા.