સમાચાર ઊડતી નજરે
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ચેતવણી આપી છે કે કોવિડ રોગચાળોનો ખતરો હજી દૂર થયો નથી            ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ રાજસ્થાન, ઓડિશા, દિલ્હી અને બિહારમાં પક્ષના નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક કરી            આજે શહિદ દિવસ નિમિત્તે સદગતને શ્રધ્ધાંજલિ આપતા કાર્યક્રમો રાજ્યભરમાં મનાવવામાં આવ્યા            અમદાવાદના વસ્ત્રાપુર ખાતે આવેલ અમદાવાદ હાટમાં હસ્તકલા હાટનું ઉદઘાટન કરવામાં આવ્યું            સુરતની કોર્ટે ‘મોદી અટક અંગે’ કરાયેલા નિવેદન બાબતે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા           

Jan 28, 2023
9:46AM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનના ભીલવાડામાં ભગવાન દેવનારાયણના એક હજાર એકસો અગિયારની જન્મજયંતી ઉત્સવને સંબોધિત કરશે

આકાશવાણી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનના ભીલવાડામાં ભગવાન દેવનારાયણના એક હજાર એકસો અગિયારની જન્મજયંતી ઉત્સવને સંબોધિત કરશે. જેમને ભગવાન વિષ્ણુના અવતાર માનવામાં આવે છે તેવા ભગવાન દેવનારાયણના જન્મસ્થળ ભીલવાડાના માલસેરી ડુંગરી ગામમાં આ ઉત્સવ ઉજવાશે.  
જયપુરના અમારા સંવાદદાતા જણાવે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભગવાન દેવનારાયણના 1 હજાર 111મા 'અવતારણ મહોત્સવ'ના સ્મરણ સમારોહને સંબોધિત કરશે.. ભીલવાડા ઉપરાંત દેશભરમાંથી લોકો આ કાર્યક્રમમાં જોડાશે. શ્રી મોદી મંદિરમાં પ્રાર્થના કરશે અને વૃક્ષારોપણ પણ કરશે. પ્રધાનમંત્રીની મુલાકાતને ધ્યાનમાં રાખીને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. દરમિયાન રાજ્ય સરકારે આજે ભગવાન દેવનારાયણની જન્મજયંતિ નિમિત્તે રાજ્યમાં રજા જાહેર કરી છે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ