સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી શરૂ થનારા તેમના પાંચ રાજ્યોના પ્રવાસ દરમિયાન. 1 લાખ છ હજાર કરોડ રૂ. થી વધુના વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ કરશે            વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકરે ભારતની વિદેશ નીતિની પ્રશંસા કરતાં સામાન્ય લોકોને વૈશ્વિક બાબતો વિશે સારી રીતે માહિતગાર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો            મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે આણંદ જીલ્લાના કહાનવાડી સ્થિત શ્રી રવિભાણ સાહેબ ગુરુગાદી ખાતે આયોજીત નવનિર્મિત મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી બની            બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાનના સારંગપુર મંદિર દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની પદ્ધતિસરની તાલીમ આપવા માટે પ્રાકૃતિક કૃષિ સંશોધન અને તાલીમ કેન્દ્રનું નિર્માણ            ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું           

Jan 24, 2023
10:31AM

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે ઈન્દોર ખાતે ત્રીજી અને અંતિમ એક દિવસીય મેચ રમાશે.

આકાશવાણી
ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ વચ્ચે આજે ઈન્દોર ખાતે ત્રીજી અને અંતિમ એક દિવસીય મેચ રમાશે. આ મેચ હોલકર ક્રિકેટ સ્ટેડિયમમાં બપોરે દોઢ વાગ્યાથી રમાશે. 
ભારત આ અગાઉ બે મેચ જીતીને શ્રેણીમાં ક્લીન સ્વીપ કરવા પર નજર રાખશે. શનિવારે રાયપુરમાં રમાયેલી બીજી એક દિવસીય મેચમાં આઠ વિકેટે જીત મેળવીને ભારતે, ઘરઆંગણે સતત સાતમી વનડે શ્રેણી જીતી લીધી. હૈદરાબાદમાં બુધવારે રમાયેલી પ્રથમ વન-ડેમાં પણ ભારતે 12 રને જીત મેળવી હતી. બાદમાં, બંને ટીમો વચ્ચે ત્રણ ટી-20 મેચ રમાવાની છે. જેની પ્રથમ મેચ 27મી જાન્યુઆરીએ રાંચીમાં રમાશે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ