પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદી આવતીકાલે પરાક્રમ દિવસ નિમિત્તે વીડિયો માધ્યમથી સવારે 11.00 વાગેઆંદામાન અને નિકોબારના દ્વીપસમૂહના 21 સૌથી મોટા અજ્ઞાત ટાપુઓનું નામકરણ કરશે.ઉલ્લેખનીય છે કે, સરકારે નેતાજી સુભાષચંદ્ર બોઝના જન્મદિન 23 જાન્યુઆરીને પરાક્રમ દિવસજાહેર કર્યો છે.
સૌથીમોટા અનામી દ્વીપનું નામ પ્રથમ પરમવીર ચક્ર વિજેતાના નામ પર રાખવામાં આવશે. બીજાસૌથી મોટા ટાપુનું નામ બીજા વિજેતાના નામ પર એવી જ રીતે અન્ય ટાપુઓના નામકરણકરાશે. આ ટાપુઓના નામ મેજર સોમનાથ શર્મા, નાયક જદુનાથસિંહ, કંપની હવાલદાર મેજર પુરીસિંહ, લાન્સ નાયક આલ્બર્ટ એક્કા, મેજર રામાસ્વામી પરમેશ્વરન, કેપ્ટન વિક્રમ બત્રા અને લેફ્ટનન્ટ મનોજકુમાર પાંડે સહિત 21 પરમવીર ચક્રપુરસ્કાર વિજેતાઓના નામ પર રાખવામાં આવ્યા છે.
દેશનાસાર્વભૌમત્વ, અખંડિતતાનાઅને સંરક્ષણ માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનારા દેશના વીર જવાનોને આશ્રધ્ધાંજલિ હશે. કાર્યક્રમ દરમિયાન શ્રી મોદી નેતાજી સુભાષચંદ્ર બોઝ ટાપુ પર નેતાજીનેસમર્પિત રાષ્ટ્રીય સ્મારકના મોડલનું પણ અનાવરણ કરશે.