પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદીએ દેશના પોલીસ મહાનિદેશકો-ડીજીપી અને પોલીસ મહાનિરીક્ષકો આઇજીપીનીવાર્ષિક પરિષદમાં ભાગ લીધો હતો.
દેશભરનાપોલીસ મહાનિદેશકો અને પોલીસ મહાનિરીક્ષકોની વાર્ષિક પરિષદ નવી દિલ્હીમાં શરૂ થઇછે. પ્રત્યક્ષ અને ઓનલાઇન સ્વરૂપમાં યોજાઇ રહેલી આ પરિષદમાં રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ડીજીપી, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના વડાઓ તથા કેન્દ્રીય પોલીસ સંગઠનો સહિત૧૦૦ થી વધુ આમંત્રિતો રૂબરૂ ઉપસ્થિત રહયા છે.
આપરિષદમાં અસરકારક પોલીસ કામગીરી, દરિયાઇ સલામતી, સાયબર સુરક્ષા, કેફી પદાર્થો સામેની લડાઇ અને સરહદીવ્યવસ્થાપનમાં સુધારો જેવા મહત્વનામુદ્દાઓની ચર્ચા થઇ.
પ્રધાનમંત્રીનીઉપસ્થિતિમાં પોલીસ કામગીરી વધુ સુદ્રઢ અને અસરકારક બનાવવા માટેના વિવિધ સૂચનો રજૂકરાયાં હતાં. પ્રધાનમંત્રી 2014થી આ પરિષદમાં ભૂતકાળની પ્રતિકાત્મક હાજરીના બદલેખૂબ રસ લઇને ચર્ચામાં ઉપસ્થિત રહ્યા હતા. ગૃહમંત્રી અમિત શાહના અધ્યક્ષપદે શરૂ થયેલી આ વાર્ષિક પરિષદનું આજે સમાપન થશે.