સમાચાર ઊડતી નજરે
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ચેતવણી આપી છે કે કોવિડ રોગચાળોનો ખતરો હજી દૂર થયો નથી            ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ રાજસ્થાન, ઓડિશા, દિલ્હી અને બિહારમાં પક્ષના નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક કરી            આજે શહિદ દિવસ નિમિત્તે સદગતને શ્રધ્ધાંજલિ આપતા કાર્યક્રમો રાજ્યભરમાં મનાવવામાં આવ્યા            અમદાવાદના વસ્ત્રાપુર ખાતે આવેલ અમદાવાદ હાટમાં હસ્તકલા હાટનું ઉદઘાટન કરવામાં આવ્યું            સુરતની કોર્ટે ‘મોદી અટક અંગે’ કરાયેલા નિવેદન બાબતે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા           

Jan 19, 2023
10:54AM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કર્ણાટક અને મહારાષ્ટ્રની મુલાકાતે જશે.

--
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કર્ણાટક અને મહારાષ્ટ્રની મુલાકાતે જશે. તેઓ બંને રાજ્યોમાં વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
પ્રધાનમંત્રી કર્ણાટકના યદગીરી જિલ્લામાં આધુનિક નારાયણપુર ડાબા કાંઠાની નહેર રાષ્ટ્રને સમર્પિત કરશે. કૃષ્ણા નદી પર નારાયણપુરા જળાશયની આ નહેરમાં પાણીનો બગાડ રોકવા અને છેવાડાના વિસ્તારોને પૂરતું પાણી મળી રહે તે માટે આધુનિક બનાવવામાં આવી છે.
શ્રી મોદી આજે બપોરે કર્ણાટકના યદગીરી જિલ્લાના કોડેકલ ખાતે સિંચાઈ, પીવાનું પાણી અને રાષ્ટ્રીય ધોરી માર્ગ વિકાસ કામોનો શિલાન્યાસ અને ઉદઘાટન કરશે.
આજે સાંજે પ્રધાનમંત્રી મુંબઈમાં વિવિધ વિકાસલક્ષી યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. તેઓ મુંબઈ મેટ્રોની બે નવી લાઈનોનું ઉદઘાટન કરશે અને મેટ્રોમાં સફર પણ કરશે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ