સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દ્વારકામાં આધુનિકતા અને પરંપરાના સેતુ સમાન ઓખા અને બેટ દ્વારકાને જોડતો સુદર્શન પુલ રાષ્ટ્રને સમર્પિત કર્યો            પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પરથી "મન કી બાત" કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે            પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના રાજકોટ ખાતે 48 હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે            પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે ગઇકાલે જામનગર પહોંચ્યા હતા            રાંચીમાં ચોથી ટેસ્ટ મેચને બીજા દિવસે રમત પૂરી થઈ ત્યારે ઇંગ્લેન્ડ સામે ભારતે સાત વિકેટે 219 રન કર્યા           

Dec 19, 2022
3:03PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વકપ ફુટબોલ સ્પર્ધા જીતવા માટે અર્જેન્ટીનાના ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા.

આકાશવાણી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વકકપ ફુટબોલ સ્પર્ધા જીતવા માટે અર્જેન્ટીનાના ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા છે. તેમના સંદેશામાં શ્રી મોદીએ કહ્યું કે, અર્જેન્ટીનાના ખેલાડીઓએ સમગ્ર સ્પર્ધા દરમિયાન શ્રેષ્ઠ દેખાવ કરીને દેશને ગૌરવ અપાવ્યું છે. પ્રધાનમંત્રીએ ફ્રાન્સના ખેલાડીઓને પણ સારી રમત માટે અભિનંદન આપ્યા છે.
ઉલ્લેખનિય છે કે, આર્જેન્ટિનાએ ગઈકાલે રાત્રે કતારમાં રમાયેલી રોમાંચક ફાઇનલ મેચમાં પેનલ્ટી શૂટ-આઉટમાં ફ્રાંસને 4-2થી હરાવીને ત્રીજી વખત વર્લ્ડ કપ જીતી લીધો છે. 
મેસ્સીને ફિફા ફૂટબોલ વર્લ્ડ કપમાં સર્વશ્રેષ્ઠ ખેલાડીનો ગોલ્ડન બોલ પુરસ્કાર મળ્યો હતો, જ્યારે એમ્બાપ્પેને સૌથી વધુ ગોલ કરવા બદલ ગોલ્ડન બૂટનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આર્જેન્ટિનાના એમિલિયાનો માર્ટિનેઝને સર્વશ્રેષ્ઠ ગોલકીપર માટે ગોલ્ડન ગ્લવ્ઝ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

લાઈવ ટ્વીટર ફીડ