સમાચાર ઊડતી નજરે
રેલ્વે મંત્રાલયે ઓરિસ્સા ટ્રેન અકસ્માતની સીબીઆઇ દ્વારા તપાસ કરાવવાની ભલામણ કરી            રેલ્વેતંત્રએ ઓરિસ્સા ટ્રેન અકસ્માતમાં મૃતકો અને પ્રવાસીઓના કુટુંબીજનોની સગવડ માટે હેલ્પલાઇન નંબર – 139ની વિશેષ વ્યવસ્થા કરી            રાજ્યમાં હજુ આગામી બે દિવસ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા            આવતીકાલે વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી અંબાજી ખાતે કરાશે            મુખ્યમંત્રીએ ઉત્તર ગુજરાતના બે અતિ સૂકા તાલુકાઓને પાણી પહોંચાડવાનો નિર્ણય કર્યો           

Nov 30, 2022
8:08PM

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રીજી એક દિવસીય મેચ આજે વરસાદના કારણે રદ કરવામાં આવી

આકાશવાણી
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રીજી અને અંતિમ એક દિવસીય આજે ક્રાઈસ્ટચર્ચમાં હેગલી ઓવલ ખાતે વરસાદના કારણે રદ કરવામાં આવી છે. આમ ન્યુઝીલેન્ડે ત્રણ મેચની શ્રેણી 1 વિરુદ્ધ શૂન્યથી જીતી લીધી છે. ભારતના 220 રનના લક્ષ્યાંક સામે ન્યૂઝીલેન્ડે 18 ઓવર બાદ એક વિકેટે 104 રન બનાવ્યા હતા. બાદમાં વરસાદના કારણે રમત અટકાવવામાં આવી હતી. ન્યુઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમ 47.3 ઓવરમાં 219 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. વોશિંગ્ટન સુંદરે તેની પ્રથમ અર્ધી સદી ફટકારી અને શ્રેયસ અય્યરે 49 રન બનાવ્યા હતા. એડમ મિલ્ને અને ડેરીલ મિશેલે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી જ્યારે ટિમ સાઉથીએ બે વિકેટ ઝડપી હતી. 
ન્યૂઝીલેન્ડે પ્રથમ એક દિવસીય મેચ સાત વિકેટે જીતી લીધી હતી, જયારે  ક્રાઈસ્ટચર્ચ ખાતેની બીજી વનડે પણ વરસાદને કારણે રદ થઇ હતી.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ