સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે આવશે. – 55,500 કરોડ રૂપિયાની બહુવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કરશે.            સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે વૈશ્વિક શાંતિ માટે આંતરરાષ્ટ્રીય સમુદાયને એકજૂથ થવા આહ્વાન કર્યું છે.            આત્મનિર્ભર ભારતના લક્ષયાંકને હાંસલ કરવા માટે સરકારે અવકાશ ક્ષેત્રમાં 100% સીધા વિદેશી રોકાણને મંજૂરી આપી છે            ગુજરાતમાં સાઇબર ગુનાઓ રોકવા સ્પેશિયલ એકશન ફોર્સની રચના કરાશે.            મોરબી જિલ્લામાં આગામી બે વર્ષમાં નવા 12 ચેક ડેમોનું નિર્માણ કરાશે.           

Nov 27, 2022
8:36PM

હેમિલ્ટનના સેડન પાર્કમાં રમાઇ રહેલી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની બીજી મેચ વરસાદના કારણે રદ્દ કરવામાં આવી

આકાશવાણી
હેમિલ્ટનના સેડન પાર્કમાં રમાઇ રહેલી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની બીજી મેચ વરસાદના કારણે રદ્દ કરવામાં આવી છે. 
ભારતે 13મી ઓવરમાં એક વિકેટ ગુમાવીને 89 રન બનાવ્યા હતા. આ પહેલા ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે સંજુ સેમસન અને શાર્દુલ ઠાકુરની જગ્યાએ દીપક હુડા અને દીપક ચાહરને લાવવાના બે ફેરફારો કર્યા. 
ન્યૂઝીલેન્ડે પ્રથમ વનડે 7 વિકેટે જીતીને શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે.
ત્રીજી વન ડે ક્રાઈસ્ટચર્ચના હેગલી ઓવલમાં બુધવારે રમાશે. 

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ