સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બેંગલુરુમાં રાષ્ટ્રીય ઊર્જા સપ્તાહનું ઉદ્ઘાટન કર્યું.            અદાણી ગ્રૂપ મુદ્દે વિરોધ પક્ષોના દેખાવોના પગલે સંસદનાં બંને ગૃહોની બેઠક આજે સતત ત્રીજા દિવસે પણ મોકૂફ રહી.            તુર્કી અને સીરિયામાં આજે વહેલી સવારે 7.8ની તીવ્રતાના ધરતીકંપના કારણે 1300 થી વધુ લોકો માર્યા ગયા.            જી-20 અંતર્ગત પ્રવાસન કાર્યજૂથની બેઠક આવતીકાલથી ત્રણ દિવસ માટે ધોરડોમાં મળશે.            પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા રાજયપાલે કેન્દ્રીય કૃષિ મંત્રાલયના અધિકારીઓ સાથે બેઠક યોજી.           

Nov 24, 2022
9:59AM

આજે ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સતત બીજા દિવસે ચાર જનસભાને સંબોધશે.

--
ગુજરાતમાં ચૂંટણી પ્રચાર વેગ પકડી રહ્યો છે. તમામ રાજકીય પક્ષોના નેતાઓ મતદારોને રીઝવવા સંભવિત પ્રયાસો કરી રહ્યા છે.
દરમ્યાન આજે ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સતત બીજા દિવસે ચાર જનસભાને સંબોધશે. તેઓ મોડાસા, પાલનપુર, દહેગામ અને બાવળામાં રેલીઓ યોજશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા અને અન્ય કેન્દ્રીય મંત્રીઓ તેમજ પાર્ટી કાર્યકર્તાઓ પણ ઘણી જગ્યાએ રેલીઓને સંબોધિત કરવાનાં છે. બીજી તરફ કોંગ્રેસના નેતા મોહન પ્રકાશ કચ્છમાં અને તારિક અનવર ભુજમાં ચૂંટણી પ્રચાર કરશે. આમ આદમી પાર્ટીના નેતાઓ પણ વિવિધ સ્થળોએ પ્રચાર કરશે.
અમારા સંવાદદાતા જણાવે છે કે, ગુજરાતમાં ચૂંટણી ઈતિહાસમાં પ્રથમ વખત કુલ 139 મહિલા ઉમેદવારો ચૂંટણી લડશે. ભાજપે સૌથી વધુ 17 મહિલાઓને ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસે 14 મહિલા ઉમેદવારોને ટીકીટ ફાળવી છે.

લાઈવ ટ્વીટર ફીડ