સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બેંગલુરુમાં રાષ્ટ્રીય ઊર્જા સપ્તાહનું ઉદ્ઘાટન કર્યું.            અદાણી ગ્રૂપ મુદ્દે વિરોધ પક્ષોના દેખાવોના પગલે સંસદનાં બંને ગૃહોની બેઠક આજે સતત ત્રીજા દિવસે પણ મોકૂફ રહી.            તુર્કી અને સીરિયામાં આજે વહેલી સવારે 7.8ની તીવ્રતાના ધરતીકંપના કારણે 1300 થી વધુ લોકો માર્યા ગયા.            જી-20 અંતર્ગત પ્રવાસન કાર્યજૂથની બેઠક આવતીકાલથી ત્રણ દિવસ માટે ધોરડોમાં મળશે.            પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા રાજયપાલે કેન્દ્રીય કૃષિ મંત્રાલયના અધિકારીઓ સાથે બેઠક યોજી.           

Nov 23, 2022
8:19PM

​ભાજપમાં ટોચના નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ફરી વખત ગુજરાતના વાયુવેગી ચૂંટણી પ્રવાસે આવ્યા છે.

--
​ભાજપમાં ટોચના નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ફરી વખત  ગુજરાતના વાયુવેગી ચૂંટણી પ્રવાસે આવ્યા છે અને  માત્ર આઠ કલાકમાં ચાર સ્થળે સભા કરી ભાજપની તરફેણમાં જનમત ઊભો કરવાની જહેમત ઉઠાવી હતી.  મહેસાણા, દાહોદ અને વડોદરા બાદ તેમની છેલ્લી સભા ભાવનગર ખાતે યોજાઈ છે. 

મહેસાણા ખાતેની સભામાં  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુવા મતદારોને હાકલ કરી હતી કે અમૃતકાળના 25 વર્ષ  તેમની જિંદગીનો સુવર્ણકાળ બને તેવા આર્થિક વિકાસનો મજબૂત પાયો ભાજપ સરકારે નાંખ્યો છે.  મહેસાણા જિલ્લાની રાજકીય સક્રિયતા અને સમજણ હંમેશા અલગ રહી હોવાની વાત કરતાં તેમણે લોકોને અપીલ કરી હતી કે ભાજપને ફરી વખત આશીર્વાદ આપી સુરક્ષિત અને ફાયદેમંદ ભવિષ્ય પ્રત્યે તેઓ નિશ્ચિંત થઈ જાય. તેમણે નવી પેઢીને ટકોર કરી હતી કે ભાજપના 20 વર્ષના શાસનમાં દુષ્કાળ અને વીજળી પાણીની અછત ભૂતકાળ બની ગયા હોવાની ખરાઈ ઘરના વડીલને પૂછી કરશો -   તો ફરક સમજાશે. 

 

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ