સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બેંગલુરુમાં રાષ્ટ્રીય ઊર્જા સપ્તાહનું ઉદ્ઘાટન કર્યું.            અદાણી ગ્રૂપ મુદ્દે વિરોધ પક્ષોના દેખાવોના પગલે સંસદનાં બંને ગૃહોની બેઠક આજે સતત ત્રીજા દિવસે પણ મોકૂફ રહી.            તુર્કી અને સીરિયામાં આજે વહેલી સવારે 7.8ની તીવ્રતાના ધરતીકંપના કારણે 1300 થી વધુ લોકો માર્યા ગયા.            જી-20 અંતર્ગત પ્રવાસન કાર્યજૂથની બેઠક આવતીકાલથી ત્રણ દિવસ માટે ધોરડોમાં મળશે.            પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા રાજયપાલે કેન્દ્રીય કૃષિ મંત્રાલયના અધિકારીઓ સાથે બેઠક યોજી.           

Nov 20, 2022
10:47AM

ગુજરાત મુલાકાતના બીજા દિવસે પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી આજે સૌરાષ્ટ્રમાં ચાર જાહેરસભા સંબોધશે.

આકાશવાણી

ગુજરાતમાંભાજપ, કોંગ્રેસઅને આમ આદમી પાર્ટી દ્વારા વિધાનસભા ચૂંટણીનો પ્રચાર આક્રમક બની રહ્યો છે. ગુજરાતમુલાકાતના બીજા દિવસે પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી આજેસૌરાષ્ટ્રમાં ચાર જાહેરસભા સંબોધશે. શ્રી મોદી આજે સવારે સોમનાથ મંદિરમાં દર્શનકરશે. ત્યારબાદ સૌરાષ્ટ્રના વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદમાં ચાર રેલીઓસંબોધશે. તેઓ અમરેલી, રાજુલા, લાઠી, ધારી, સાવરકુંડલા એમ પાંચ બેઠકના ઉમેદવારો માટે પ્રચાર કરશે. સૌરાષ્ટ્રમાં11 જિલ્લાઓમાં 48 વિધાનસભા બેઠકો છે. 2017ની ચૂંટણીમા4 પાટીદાર આંદોલન સહિત વિવિધમુદ્દાના કારણે આ વિસ્તારમાં કોંગ્રેસે 28 બેઠકો જીતી હતી. જ્યારે ભાજપની બેઠકોઘટીને 19 થઈ હતી, જે 2012માં 30 હતી. ભાજપ આ વખતે સૌરાષ્ટ્રમાં ફરીથી સત્તા મેળવવાઉત્સુક છે. આ સાથે કોંગ્રેસ પણ તેની બેઠકો જાળવી રાખવાના પ્રયાસો કરી રહી છે. આસાથે આમ આદામી પાર્ટી પણ આ પ્રદેશમાં પોતાનું ખાતું ખોલાવવા સખત મહેનત કરી રહી છે.કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને સાંસદ રાહુલ ગાંધી આવતીકાલે મહુવા અને રાજકોટ ખાતે બેજનસભા સંબોધશે. દરમિયાન પ્રધાનમંત્રીએ ગઈકાલે દમણ અને વાપીમાં રોડ શો યોજ્યા હતા.વલસાડમાં જનસભાને સંબોધતા તેમણે લોકોને વધુને વધુ મતદાન કરવા વિનંતી કરી હતી.તેમણે મત શક્તિથી જ દેશમાં વિકાસ થાય છે તેમ જણાવી ઉજ્જવળ ભવિષ્ય માટે યુવામતદારોને મતદાન કરવા આહવાન કર્યું હતું. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આજે તાપીજિલ્લાના નિજર અને નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે જનસભાને સંબોધશે. રાજસ્થાનનામુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા શ્રી અશોક ગેહલોત આજે સુરત ખાતે કાર્યકરો સાથેબેઠક કરશે. આવતીકાલે રાજકોટ ખાતે રાહુલ ગાંધી સાથે જનસભાને સંબોધશે. તો આમ આદમીપાર્ટીના ગોપાલ ઈટાલિયાએ ગઈકાલે સુરત ખાતે ઘેર-ઘેર જઈ લોકસંપર્ક કર્યો હતો.


   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ