સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બેંગલુરુમાં રાષ્ટ્રીય ઊર્જા સપ્તાહનું ઉદ્ઘાટન કર્યું.            અદાણી ગ્રૂપ મુદ્દે વિરોધ પક્ષોના દેખાવોના પગલે સંસદનાં બંને ગૃહોની બેઠક આજે સતત ત્રીજા દિવસે પણ મોકૂફ રહી.            તુર્કી અને સીરિયામાં આજે વહેલી સવારે 7.8ની તીવ્રતાના ધરતીકંપના કારણે 1300 થી વધુ લોકો માર્યા ગયા.            જી-20 અંતર્ગત પ્રવાસન કાર્યજૂથની બેઠક આવતીકાલથી ત્રણ દિવસ માટે ધોરડોમાં મળશે.            પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા રાજયપાલે કેન્દ્રીય કૃષિ મંત્રાલયના અધિકારીઓ સાથે બેઠક યોજી.           

Nov 20, 2022
10:24AM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વારાણસીમાં કાશી- તમિળ સંગમમનું ઉદઘાટન કરતાં કહ્યું કે, આ મહોત્સવ ભારતની ઐતિહાસિક પરંપરાઓનો સંગમ

આકાશવાણી

પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદીએ ગઈકાલે વારાણસીમાં કાશી તમિળ સંગમમનું ઉદઘાટન કર્યું, તે કાર્યક્રમ એક મહિનો ચાલશે.પ્રાસંગિક પ્રવચનમાં નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ભાષાના આધાર પરના ભેદભાવ દૂરકરવાનો તેમજ ભાવાત્મક એકતા સુદૃઢ કરવાનું આહવાન કર્યું. તેમણે કહ્યું કે, ભારતનો ઇતિહાસ નદીઓ, સ્થાનો, સંસ્કૃતિ અને દર્શનના સંગમથી ઓળખાય છેઅને કાશી – તમિળ સંગમમ્ એ જ પરંપરાને આગળ ધપાવે છે.

પ્રધાનમંત્રીએકહ્યું કે, દેશનીઆઝાદીના અમૃતકાળની ઉજવણી સમયે આ સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. તે નોંધપાત્રછે અને આ કાર્યક્રમ રાષ્ટ્રીય એકીકરણનો મંચ બનશે.

ઉત્તરપ્રદેશનામુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબહેન પટેલ, કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્રપ્રધાન, માહિતીઅને પ્રસારણ રાજ્યમંત્રી એલ. મુરૃગન તેમજ તમિળનાડુના અગ્રગણ્ય મહાનુભાવો આ સમયેહાજર હતા.

ઉદઘાટનસમારંભમાં જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. તેમાં ઇલિયારાજાનું ગાયન તેમજ પુસ્તક વિમોચનનો પણ સમાવેશ થાય છે. સંગમમનું આયોજન ભારત સરકારેઆઝાદી કા અમૃત મહોત્સવ – એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને પ્રોત્સાહન આવવાનાઉદેશ્યથી કર્યું છે.


   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ