સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બેંગલુરુમાં રાષ્ટ્રીય ઊર્જા સપ્તાહનું ઉદ્ઘાટન કર્યું.            અદાણી ગ્રૂપ મુદ્દે વિરોધ પક્ષોના દેખાવોના પગલે સંસદનાં બંને ગૃહોની બેઠક આજે સતત ત્રીજા દિવસે પણ મોકૂફ રહી.            તુર્કી અને સીરિયામાં આજે વહેલી સવારે 7.8ની તીવ્રતાના ધરતીકંપના કારણે 1300 થી વધુ લોકો માર્યા ગયા.            જી-20 અંતર્ગત પ્રવાસન કાર્યજૂથની બેઠક આવતીકાલથી ત્રણ દિવસ માટે ધોરડોમાં મળશે.            પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા રાજયપાલે કેન્દ્રીય કૃષિ મંત્રાલયના અધિકારીઓ સાથે બેઠક યોજી.           

Nov 18, 2022
7:23PM

​પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ​વિદેશનીતિના ભાગરૂપે આતંકવાદને સમર્થન આપતા દેશોની ટીકા કરી.

આકાશવાણી
​     પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, આતંકવાદને અપાતા છૂપા અને ખુલ્લેઆમ સમર્થનની સામે સમગ્ર વિશ્વને એક થવાની જરૂર છે. કારણ કે અમુક દેશો તેમની વિદેશનીતિના ભાગરૂપે આતંકવાદને સમર્થન આપે છે. આજે નવી દિલ્હીમાં ત્રાસવાદને નાણાકીય સમર્થનના વિરોધમાં “નો મની ફોર ટેરર” અંગેની ત્રીજી મંત્રી સ્તરીય પરિષદને સંબોધિત કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, આતંકવાદને સમર્થન આપનારા દેશો સામે દંડનીય નાણાકીય બોજ લાદવો જોઈએ.

     આતંકવાદીઓને અપાતા ધિરાણ અંગે, પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, આતંકવાદી જૂથોને ઘણા સ્ત્રોતો દ્વારા નાણાં મળે છે અને કેટલાંક દેશો જ નાણા આપે છે. શ્રી મોદીએ કહ્યું કે, હુમલાનું સ્થળ બદલાય એટલે એનું મહત્વ બદલાતું નથી. તમામ આતંકવાદી હુમલાઓ એક સમાન આક્રોશ અને કાર્યવાહીને પાત્ર છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, જ્યાં સુધી આતંકવાદને જડમૂળથી નાબુદ કરવામાં નહીં આવે ત્યાં સુધી ભારત તેની પાછળ રહેશે. આતંકવાદની લાંબા ગાળાની અસર ખાસ કરીને ગરીબો અને સ્થાનિક અર્થતંત્ર પર પડે છે.

     પ્રધાનમંત્રીએ કહ્યું કે, આતંકવાદને હરાવવા માટે એકસમાન, એકીકૃત અને શૂન્ય-સહિષ્ણુતાના અભિગમની જરૂર છે. સંયુક્ત ઓપરેશન, ગુપ્તચર સંકલન અને આતંકવાદીઓનું પ્રત્યાર્પણ આ લડાઈમાં મદદ કરે છે. સંગઠિત અપરાધ સામેની કાર્યવાહી અત્યંત મહત્વપૂર્ણ છે.

     સંયુક્ત રીતે કટ્ટરપંથી અને ઉગ્રવાદની સમસ્યાનો ઉકેલ લાવે તે જરુરી છે અને જે કટ્ટરવાદને સમર્થન આપે છે તેને કોઈપણ દેશમાં કોઈ સ્થાન મળવું જોઈએ નહીં. શ્રી મોદીએ કહ્યું કે, આ સંમેલન ભારતમાં થઈ રહ્યું છે તે મહત્વનું છે. ભારતે દાયકાઓથી આતંકની ભયાનકતાનો સામનો કર્યો છે અને આતંકવાદી હુમલાના કારણે હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમણે કહ્યું કે, ઝડપથી વિકસતી ટેક્નોલોજી વર્તમાન પડકારો તેમજ આતંકવાદના ખતરાનો સામનો કરવા માટેનો ઉકેલ છે.

     શ્રી મોદીએ એમ પણ કહ્યું કે, ડાર્ક નેટ અને ખાનગી ચલણ એ નવા પડકારો ઉભા થયા છે. ટેક્નોલોજીનો ઉપયોગ આતંકવાદને શોધી કાઢવા અને તેનો સામનો કરવા માટે થવો જોઈએ.

     આ સંમેલનમાં જુદા- જુદા દેશોના મંત્રીઓ, બહુપક્ષીય સંસ્થાઓના વડાઓ અને ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સના વડા સહિત 70 થી વધુ દેશોના 450 જેટલા પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ