A-
A
A+
છેલ્લી અપડેટ્સ :
Feb 6 2023 8:48PM
સ્ક્રીન રીડર એક્સેસ
Select Language/ભાષા પસંદ કરો
English/અંગ્રેજી
Hindi/હિન્દી
Gujarati/ગુજરાતી
Marathi/મરાઠી
Urdu/ઉર્દૂ
Tamil/તામિલ
Dogri/ડોગરી
Assamese/આસામી
Rajasthani/राजस्थानी
હોમ પેજ
સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બેંગલુરુમાં રાષ્ટ્રીય ઊર્જા સપ્તાહનું ઉદ્ઘાટન કર્યું.
          
અદાણી ગ્રૂપ મુદ્દે વિરોધ પક્ષોના દેખાવોના પગલે સંસદનાં બંને ગૃહોની બેઠક આજે સતત ત્રીજા દિવસે પણ મોકૂફ રહી.
          
તુર્કી અને સીરિયામાં આજે વહેલી સવારે 7.8ની તીવ્રતાના ધરતીકંપના કારણે 1300 થી વધુ લોકો માર્યા ગયા.
          
જી-20 અંતર્ગત પ્રવાસન કાર્યજૂથની બેઠક આવતીકાલથી ત્રણ દિવસ માટે ધોરડોમાં મળશે.
          
પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા રાજયપાલે કેન્દ્રીય કૃષિ મંત્રાલયના અધિકારીઓ સાથે બેઠક યોજી.
          
Nov 18, 2022
,
7:01PM
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે કાશી તમિળ સંગમનું ઔપચારિક રીતે ઉદ્ઘાટન કરશે.
આકાશવાણી
વારાણસીમાં કાશી તમિળ સંગમ શરૂ થઈ ગયો છે અને તમિળનાડુના પ્રતિનિધિઓની પ્રથમ બેચ આજે રાત્રે વારાણસી સ્ટેશન પહોંચશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આ સંગમનું ઔપચારિક રીતે ઉદ્ઘાટન કરશે. એક મહિનાના સમયગાળા દરમિયાન વિવિધ 12 કેટેગરીના પ્રતિનિધિઓ તમિળનાડુથી કાશી આવશે અને ચર્ચા તથા વિચાર વિમર્શ કરશે.
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે પ્રખ્યાત તમિળ કવિ સુબ્રમણ્યમ ભારતીના પરિવારના સભ્યોના ઘરની મુલાકાત લીધી હતી. તેમણે મહાકવિ સુબ્રમણ્યમ ભરતિયારના 96 વર્ષીય ભત્રીજા કે વી કૃષ્ણનને પણ મળ્યા હતા. મહાન તમિળ સાહિત્યિક વ્યક્તિઓમાંના એક, મહાકવિ ભરતિયારનું ઘર ગંગાકાંઠે હનુમાન ઘાટ વિસ્તારમાં છે. તમિળ મૂળના લોકોની ગીચ વસ્તીના કારણે તેને વારાણસીમાં મીની તમિળનાડુ પણ કહેવામાં આવે છે.
આજે વિશ્વનાથ મંદિર પરિસરમાં તમિળનાડુના ચેન્નાઈથી આવેલા નવ અધિનામનું કેન્દ્રીય શિક્ષણ મંત્રી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. દર્શન પછી, તેઓને કાશી વિદ્વત પરિષદ, સંપૂર્ણાનંદ સંસ્કૃત યુનિવર્સિટી અને કાશીના વેદ વિદ્વાનો દ્વારા સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. બાદમાં આ અધિનામ ગંગા આરતીના દર્શને ગયા હતા.
સંબંધિત સમાચાર
લાઈવ ટ્વીટર ફીડ