સમાચાર ઊડતી નજરે
સમગ્ર દેશમાં આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની 153મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અપર્ણ કરવામાં આવી રહી છે.            દેશભરમાં આજે પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અપર્ણ કરવામાં આવી રહી છે.            જળશક્તિ મંત્રાલયના પીવાના પાણી અને સ્વચ્છતા વિભાગ દ્વારા આજે સ્વચ્છ ભારત દિવસનું આયોજન કરવામાં આવશે.            સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે નવી દિલ્હીમાં ડિફેન્સ એકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટના 275મા વાર્ષિક દિવસની ઉજવણી દરમિયાન ઘણી ડિજિટલ પહેલ શરૂ કરી.            મહિલા ટ્વેન્ટી- 20 એશિયા કપ ક્રિકેટમાં ગઈકાલે બાંગ્લાદેશના સિલ્હેટમાં ભારતે શ્રીલંકાને 41 રને પરાજય આપ્યો હતો.           

  મુખ્ય સમાચાર

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધી જયંતિ નિમિત્તે ખાદી અને પોલી વસ્ત્રમાં આજથી 30 ટકા ખાસ પ્રોત્સાહન સહાય આપવાની જાહેરાત કરી છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધી જયંતિ નિમિત્તે ખાદી અને પોલી વસ્ત્રમાં આજથી 30 ટકા ખાસ પ્રોત્સાહન સહાય આપવાની જાહેરાત કરી છે.
હાલ રાજય સરકાર દ્વારા ગાંધી જયંતિના ઉપલહયમાં દર વર્ષની જેમ બીજી ઓક્ટોબરથી 31મી ડિસેમ્બર 2022 સુધીના સમયગાળા માટે અપાતી 20 ટકા ખાસ બજાર પ્રોત્સાહન અપાય છે.

લાઈફ સાયન્સ ભવન તથા ગુજરાત વન વિભાગના સંયુક્ત ઉપક્રમે વન્ય જીવ સપ્તાહનું આયોજન 8 ઓક્ટોબર 2022 સુધી યોજાઇ રહ્યું છે.

લાઈફ સાયન્સ ભવન તથા ગુજરાત વન વિભાગના સંયુક્ત ઉપક્રમે વન્ય જીવ સપ્તાહનું આયોજન 8 ઓક્ટોબર 2022 સુધી યોજાઇ રહ્યું છે.
યુવાધન ને વન્ય જીવ સંરક્ષણના માર્ગ તરફ દોરી જવા, વન્ય જીવ અસ્તિત્વનું વૈજ્ઞાનિક અને સામજિક ઢબે મહત્વ સમજવા, આ ઉપરાંત અન્ય જરૂરી પાયાના મૂલ્યો ને સમજવા માટે સપ્તાહ નું આયોજન કરવામાં આવી રહ્યું છે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અમદાવાદ ખાતે ‘નો યોર એરફોર્સ’ પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અમદાવાદ ખાતે ‘નો યોર એરફોર્સ’ પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું.
આ પ્રદર્શન આજે અને આવતીકાલ ના રોજ જાહેર જનતા માટે ખુલ્લું રહેશે ભારતીય વાયુસેનાના દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના હેડક્વાર્ટર દ્વારા 01 ઓક્ટોબરથી 03 ઓક્ટોબર 2022 દરમિયાન “નો યોર એરફોર્સ” પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

દર વર્ષે બીજી ઓક્ટોબરથી 8 ઓક્ટોબર દરમિયાન વન્યજીવ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે.

દર વર્ષે બીજી ઓક્ટોબરથી 8 ઓક્ટોબર દરમિયાન વન્યજીવ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે.
વન્યજીવ સપ્તાહ દરમિયાન ઇન્દોડા પ્રકૃતિ ઉદ્યાન અને અરણ્ય ઉદ્યાન ગાંધીનગર ખાતે મુલાકાતીઓ માટે નિઃશુલ્ક પ્રવેશ રહેશે.

સ્વચ્છ સર્વેક્ષણ 2022 અંતર્ગત સૌથી સ્વચ્છ રાજ્યો અને શહેરોનું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઇકાલે નવી દિલ્હીમાં પુરસ્કારોથી સન્માન કર્યું.

સ્વચ્છ સર્વેક્ષણ 2022 અંતર્ગત સૌથી સ્વચ્છ રાજ્યો અને શહેરોનું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઇકાલે નવી દિલ્હીમાં પુરસ્કારોથી સન્માન કર્યું.
દેશનાં સૌથી સ્વચ્છ રાજ્યોમાં મધ્યપ્રદેશ પ્રથમ, છત્તીસગઢ બીજા અને મહારાષ્ટ્ર ત્રીજા સ્થાને રહ્યા હતાં.

ગુજરાતમાં ચાલી રહેલા રાષ્ટ્રીય રમતોત્સવમાં મહિલા ટેનિસમાં ગુજરાતે મહારાષ્ટ્રને 2-1થી હરાવીને સુવર્ણચંદ્રક જીત્યો હતો.

ગુજરાતમાં ચાલી રહેલા રાષ્ટ્રીય રમતોત્સવમાં મહિલા ટેનિસમાં ગુજરાતે મહારાષ્ટ્રને 2-1થી હરાવીને સુવર્ણચંદ્રક જીત્યો હતો.
આ ઉપરાંત જેસ્વિન એલ્ડ્રિને લાંબીકૂદમાં 8.26 મીટરના કુદકા સાથે વિશ્વ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય કરીને સુવર્ણચંદ્રક જીત્યો હતો.

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન વિરુદ્ધ મહિલા ન્યાયાધીશ વિરુદ્ધ તેમની વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને ધરપકડ વોરંટ જારી કરાયું છે.

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન વિરુદ્ધ મહિલા ન્યાયાધીશ વિરુદ્ધ તેમની વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને ધરપકડ વોરંટ જારી કરાયું છે.
ઇસ્લામાબાદના મેજિસ્ટ્રેટ દ્વારા 20મી ઓગસ્ટના રોજ પીટીઆઈ ચીફ વિરુદ્ધ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ ઝેબા ચૌધરી પર ટિપ્પણી કરવા બદલ નોંધાયેલા કેસમાં ધરપકડ વોરંટ જારી કરાયું હતું.

બાંગ્લાદેશના ઢાકામાં ગઇકાલે ચીન દ્વારા ઉઇગુર મુસ્લિમોના ત્રાસ સામે વિરોધ રેલી અને માનવ સાંકળ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

બાંગ્લાદેશના ઢાકામાં ગઇકાલે ચીન દ્વારા ઉઇગુર મુસ્લિમોના ત્રાસ સામે વિરોધ રેલી અને માનવ સાંકળ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
આ કાર્યક્રમની અધ્યક્ષતા કરતા, બાંગ્લાદેશ મુક્તિયુ દ્ધ મંચના પ્રમુખે ચીનમાં ઉઇગર મુસ્લિમોની સ્થિતિ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી.

મોરબી શહેરના લખધીર વાસમાં હિંદુ મુસ્લિમ એકતાનો અનેરો સમન્વય જોવા મળે છે.

મોરબી શહેરના લખધીર વાસમાં હિંદુ મુસ્લિમ એકતાનો અનેરો સમન્વય જોવા મળે છે.
મોરબી શહેરના લખધીર વાસમાં હિંદુ મુસ્લિમ એકતાનો અનેરો સમન્વય જોવા મળે છે.

ગુજરાતમાં ચાલી રહેલા રાષ્ટ્રીય રમતોત્સવમાં ગુજરાતે ચાર સુવર્ણ, એક રજત અને ચાર કાંસ્ય ચંદ્રક જીત્યા

ગુજરાતમાં ચાલી રહેલા રાષ્ટ્રીય રમતોત્સવમાં ગુજરાતે ચાર સુવર્ણ, એક રજત અને ચાર કાંસ્ય ચંદ્રક જીત્યા
અમદાવાદના રાઈફલ ક્લબ ખાતે ચાલી રહેલી શૂટિંગ સ્પર્ધામાં રાજ્યની ઇલા વેનીલ વાખારીવને 10 મીટર ઓફ રાઈફલ ઇવેન્ટમાં ગઇકાલે સુવર્ણ ચંદ્રક જીત્યો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અભિનેત્રી આશા પારેખને દાદા સાહેબ ફાળકે પુરસ્કાર એનાયત થવા બદલ અભિનંદન પાઠવ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અભિનેત્રી આશા પારેખને દાદા સાહેબ ફાળકે પુરસ્કાર એનાયત થવા બદલ અભિનંદન પાઠવ્યા
પ્રધાનમંત્રીશ્રીએ વધુમાં કહયું કે, આશા પારેખએ તેમની લાંબી કારકીર્દીમાં બહુમુખી પ્રતિભા દર્શાવી છે અને ફિલ્મ વ્યકિતત્વના તરીકેની તેમની પ્રતિભાની પ્રશંસા કરી હતી.

બાંગ્લાદેશમાં રમાનારી મહિલા T20 એશિયા કપમાં આજે ભારત અને શ્રીલંકા ટકરાશે

બાંગ્લાદેશમાં રમાનારી મહિલા T20 એશિયા કપમાં આજે ભારત અને શ્રીલંકા ટકરાશે
બાંગ્લાદેશે ચાર વર્ષ બાદ મહિલા આંતરરાષ્ટ્રીય મેચની યજમાની કરી છે.

બાંગ્લાદેશના સિલ્હટ ખાતે રમાનારી મહિલા T20 એશિયા કપમાં, આવતીકાલે પ્રથમ દિવસે ભારત અને શ્રીલંકા ટકરાશે.

બાંગ્લાદેશના સિલ્હટ ખાતે રમાનારી મહિલા T20 એશિયા કપમાં, આવતીકાલે પ્રથમ દિવસે ભારત અને શ્રીલંકા ટકરાશે.
જયારે બાંગ્લાદેશ સામે થાઈલેન્ડ રમશે. બાંગ્લાદેશે ચાર વર્ષ બાદ મહિલા આંતરરાષ્ટ્રીય મેચની યજમાની કરી છે.

સમાચાર સાંભળો

  Gujarati-Gujarati-1320-1330-Oct 01, 2022 Gujarati-Gujarati-1950-2000-Oct 01, 2022 Gujarati-Gujarati-0745-0755-Oct 02, 2022
  Ahmedabad-Gujarati-0705-Oct 02, 2022 Ahmedabad-Gujarati-1910-Oct 01, 2022 Ahmedabad-Gujarati-1430-Oct 01, 2022 Bhuj-Gujarati-1825-Oct 01, 2022 Bhuj-Gujarati-0650-Oct 02, 2022
 • Morning News 2 (Oct)
 • Midday News 1 (Oct)
 • News at Nine 1 (Oct)
 • Hourly 2 (Oct) (1110hrs)
 • समाचार प्रभात 2 (Oct)
 • दोपहर समाचार 1 (Oct)
 • समाचार संध्या 1 (Oct)
 • प्रति घंटा समाचार 2 (Oct) (1100hrs)
 • Khabarnama (Mor) 2 (Oct)
 • Khabrein(Day) 1 (Oct)
 • Khabrein(Eve) 1 (Oct)
 • Aaj Savere 2 (Oct)
 • Parikrama 1 (Oct)

લાઈવ ટ્વીટર ફીડ

અત્યારનું હવામાન

24 Nov 2021
City MaxoC MinoC
દિલ્હી 26.7 9.2
મુંબઈ 34.0 23.0
ચેન્નાઈ 32.4 25.0
કોલકાતા 30.9 20.7
બેંગલુરુ 29.8 20.1

ફેસબુક અપડેટ