સમાચાર ઊડતી નજરે
રાજ્યમાં કચ્છ-સૌરાષ્ટ્ર સહિત ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ થયાના અહેવાલ.            ધોરણ 10 અને 12ના રિપિટર, ખાનગી, પૃથ્થક ઉમેદવારોની પરીક્ષા આગામી 15મી જુલાઇએ યોજાશે.            ગીર સોમનાથ જિલ્લાના ગામોમાં દરિયાઇ ક્ષાર પ્રવેશ નિયંત્રણ માટે 102 કરોડ રૂપિયાની યોજનાને રાજ્ય સરકારે મંજૂરી આપી.            વિશ્વના પ્રથમ નેનો યુરિયા લિક્વિડ ખાતરનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સથી પ્રારંભ કરાવ્યો.            કેન્દ્રિય ગૃહમંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કહ્યું છે કે કોવિડ પ્રતિબંધોની છૂટછાટમાં બેદરકારી ન રાખે.           

પ્રાદેશિક સમાચાર

પંચમહાલ જિલ્લામાં હેન્ડપંપ-બોરને વરસાદના પાણીથી રિચાર્જ કરવા માટેનું માળખું સુજલામ સુફલામ અભિયાન અંતર્ગત ઉભું કરાયું.

પંચમહાલ જિલ્લામાં હેન્ડપંપ-બોરને વરસાદના પાણીથી રિચાર્જ કરવા માટેનું માળખું સુજલામ સુફલામ અભિયાન અંતર્ગત ઉભું કરાયું.
ખાનગી કંપનીઓ દ્વારા સી.એસ.આર. અંતર્ગત ઘોઘંબાની 15, ગોધરાની 5 અને મોરવાહડફની પાંચ શાળાઓમાં આ પ્રકારનું વોટર હાર્વેસ્ટીંગ માળખું ઉભું કરવામાં આવ્યું.

રાજ્યમાં કોરોનાના કપરા કાળમાં ગુજરાત એન.સી.સી. નિદેશાલયના એન.સી.સી. કેડેટ સેવાકાર્યમાં સ્વેચ્છાએ જોડાયા.

રાજ્યમાં કોરોનાના કપરા કાળમાં ગુજરાત  એન.સી.સી. નિદેશાલયના એન.સી.સી. કેડેટ સેવાકાર્યમાં સ્વેચ્છાએ જોડાયા.
ગુજરાત એન.સી.સી.ના 15 કેડેટને 16મી જૂનથી બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, દાંતીવાડા, ડીસા તાલુકાના આરોગ્ય વિભાગને મદદ કરવા નિયુક્ત કરવામાં આવ્યા.

સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ હાલ ખરીફ પાકનું વાવેતર શરૂ કરી દીધું.

સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ હાલ ખરીફ પાકનું વાવેતર શરૂ કરી દીધું.
જિલ્લામાં ખેડવાલાયક 6 લાખ 36 હજાર 137 હેક્ટર માંથી અત્યાર સુધીમાં 37 હજાર 803 હેક્ટરમાં વાવેતર થઇ ચૂક્યું છે.

ગ્રીન અલંગ-સોસિયા યાર્ડ બનાવવા માટે એક્સેલન્ટ યુવક મંડળ દ્વારા આવતીકાલથી વૃક્ષ વાવેતર અભિયાન શરૂ કરવામાં આવશે.

ગ્રીન અલંગ-સોસિયા યાર્ડ બનાવવા માટે એક્સેલન્ટ યુવક મંડળ દ્વારા આવતીકાલથી  વૃક્ષ વાવેતર અભિયાન શરૂ કરવામાં આવશે.
આવતીકાલે એક્સેલન્ટ યુવક મંડળ સંસ્થા દ્વારા જુદી જુદી જગ્યા પર અને અલંગ-સોસિયા યાર્ડ વિસ્તારમાં એક હજારથી વધુ વૃક્ષોનું તબક્કાવાર વાવેતર કરવામાં આવશે.

અમદાવાદમાં શેઠ સી.એન.વિદ્યાવિહાર સંસ્થા દ્વારા આજે “નેશનલ એજ્યુકેશન પોલીસી-2020” પાથ્સ એન્ડ ડેસ્ટીનેશન પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું.

અમદાવાદમાં શેઠ સી.એન.વિદ્યાવિહાર સંસ્થા દ્વારા આજે “નેશનલ એજ્યુકેશન પોલીસી-2020” પાથ્સ એન્ડ ડેસ્ટીનેશન પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું.
અગ્રણી કેળવણીકાર ડો.અરૂણભાઇ દવેએ પુસ્તક વિમોચન વેળાએ જણાવ્યું કે સદિયો પહેલા સ્થપાયેલ સંસ્થાઓની આધુનિક આવૃત્તિ એટલે “રાષ્ટ્રીય શિક્ષણનિતિ -2020.”

વર્ષ 2020-21ના ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના પરિણામ તૈયાર કરવા માટે શિક્ષણવિદોની સમિતિની ભલાણણ મુજબ પરિણામ તૈયાર કરવા રાજ્ય સરકારે શાળાઓને સૂચના આપી છે.

વર્ષ 2020-21ના ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના પરિણામ તૈયાર કરવા માટે શિક્ષણવિદોની સમિતિની ભલાણણ મુજબ પરિણામ તૈયાર કરવા રાજ્ય સરકારે શાળાઓને સૂચના આપી છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરિપત્રમાં જણાવાયું છે કે કોરોનાને કારણે ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની પરીક્ષાઓ રાજ્યમાં કોરોનાની સ્થિતિને કારણે રદ કરવામાં આવી હતી.

રેલવે વહીવટી તંત્રએ ભાવનગર-બાંદ્રા અને વેરાવળ-બાંદ્રા ત્રિ-સાપ્તાહિક વિશેષ ટ્રેનો હવે દૈનિક દોડાવવાનો નિર્ણય કર્યો છે.

રેલવે વહીવટી તંત્રએ ભાવનગર-બાંદ્રા અને વેરાવળ-બાંદ્રા ત્રિ-સાપ્તાહિક  વિશેષ ટ્રેનો હવે દૈનિક દોડાવવાનો નિર્ણય કર્યો છે.
ભાવનગર-બાંદ્રા સ્પેશયલ આવતી અને જતી ટ્રેન 29મી જૂન 2021 થી આગળની સૂચના ન મળે ત્યાં સુધી દોડશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ગીરસોમનાથ જિલ્લાના ગામોના દરિયાઈ ક્ષાર પ્રવેશ નિયંત્રણ માટે યોજનાને મંજૂરી આપી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ગીરસોમનાથ જિલ્લાના ગામોના દરિયાઈ ક્ષાર પ્રવેશ નિયંત્રણ માટે યોજનાને મંજૂરી આપી
આદારી બંધારાથી મૂળ દ્વારકા બંધારા સુધીનાં સમગ્ર વિસ્તારમાં દરિયાઈ ક્ષાર પ્રવેશ અટકાવવા ચાલીસ કિલોમીટરની સ્પ્રેડિંગ કેનાલનાં કામો હાથ ધરાશે.

રાજ્યમાં આજે 77 આઈ એસ અધિકારીઓની બદલી કરવામાં આવી.

રાજ્યમાં આજે 77 આઈ એસ અધિકારીઓની બદલી કરવામાં આવી.
ઉદીત અગ્રવાલને મહેસાણાના કલેક્ટર બનાવાયા, બી.જી. પ્રજાપતિને આણંદના જિલ્લા વિકાસ અધિકારી બનાવાયા.
પ્રાદેશિક સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ