સમાચાર ઊડતી નજરે
રાજ્યમાં કચ્છ-સૌરાષ્ટ્ર સહિત ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ થયાના અહેવાલ.            ધોરણ 10 અને 12ના રિપિટર, ખાનગી, પૃથ્થક ઉમેદવારોની પરીક્ષા આગામી 15મી જુલાઇએ યોજાશે.            ગીર સોમનાથ જિલ્લાના ગામોમાં દરિયાઇ ક્ષાર પ્રવેશ નિયંત્રણ માટે 102 કરોડ રૂપિયાની યોજનાને રાજ્ય સરકારે મંજૂરી આપી.            વિશ્વના પ્રથમ નેનો યુરિયા લિક્વિડ ખાતરનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સથી પ્રારંભ કરાવ્યો.            કેન્દ્રિય ગૃહમંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કહ્યું છે કે કોવિડ પ્રતિબંધોની છૂટછાટમાં બેદરકારી ન રાખે.           

અન્ય સમાચારો

ગીર-સોમનાથ જિલ્લાના માલધારીઓને તાઉ તે થી થયેલાં નુકસાન સામે સહાય પૂરી પાડતી સેવાભાવી સંસ્થાઓ

ગીર-સોમનાથ જિલ્લાના માલધારીઓને તાઉ તે થી થયેલાં નુકસાન સામે સહાય પૂરી પાડતી સેવાભાવી સંસ્થાઓ
ગીર-સોમનાથ જિલ્લામાં જંગલ વિસ્તારમાં આવેલ માલધારીઓના નેસમાં તાઉ તે વાવાઝોડાના કારણે વ્યાપક નુકશાન થયેલ છે. નેસમાં રહેતા માલધારીઓને સહાયરૂપ થવા અનેક સંસ્થાઓ આગળ આવી છે. વિવેકાનંદ રીસર્ચ એન્ડ ટ્રેડીંગ સેન્ટર, ભાવનગર તરફથી ૫૫૦ નંગ સિમેન્ટના પતરા અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા ૮૦૦ નંગ સિમેન્ટના પતરાનું વિતરણ

ભારતીય ટપાલ વિભાગ વિશ્વ યોગ દિવસ નિમિત્તે 810 સ્થાનો પર સ્પેશિયલ કેન્સેલેશન સ્ટેમ્પ પ્રસારિત કરશે.

ભારતીય ટપાલ વિભાગ વિશ્વ યોગ દિવસ નિમિત્તે 810 સ્થાનો પર સ્પેશિયલ કેન્સેલેશન સ્ટેમ્પ પ્રસારિત કરશે.
7માંવિશ્વ યોગ દિવસ નિમિત્તે ભારતીય ટપાલ વિભાગ એક ખાસ સ્પેશિયલ કેન્સેલેશન સ્ટેમ્પ એક સાથે 810 સ્થાનો પરથી પ્રસારિત કરી એક અનોખી પહેલ કરવા જઈ રહ્યું છે, જે અંતર્ગત ગોધરાપોસ્ટ ઓફિસ ખાતે પણ આ સ્ટેમ્પ બહાર પાડવામાં આવશે. 

કચ્છના રાજપરિવારના હનવંતસિંહજીની રાજ પરંપરા અનુસાર તિલકવિધિ કરવામાં આવી

કચ્છના રાજપરિવારના હનવંતસિંહજીની રાજ પરંપરા અનુસાર તિલકવિધિ કરવામાં આવી
કચ્છના રાજપરિવારના મોભી તરીકે અંતિમ મહારાવ મદનસિંહજીના નાના પુત્ર હનવંતસિંહજીની રાજ પરંપરા અનુસાર તિલકવિધિ કરવામાં આવી છે. ગઈકાલે ભુજના શરદબાગ પેલેસ ખાતે રાજપરિવારના સભ્યો અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં તિલકવિધિ કરવામાં આવી હતી

ડાકોર રણછોડરાય મંદિર ખાતે કેરી મનોરથ યોજાયો

ડાકોર રણછોડરાય મંદિર ખાતે કેરી મનોરથ યોજાયો
રાજ્યના વિવિધ મંદિરોમાં કેરીનો મનોરથ યોજાઈ રહ્યો છે, જેના પ્રતિવર્ષ પરંપરા મુજબ ડાકોરના ઠાકોરને કેરીની સિઝનમાં કેરીઓ ધરાવવાનો મનોરથ ડાકોર રણછોડરાય મંદિર ખાતે યોજવામાં આવ્યો હતો.

આણંદ જિ૯લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા મેલેરીયા વિભાગ અંતર્ગત જૂન માસને મેલેરીયા વિરોધી માસ તરીકે ઉજવણીનો પ્રારંભ કરાયો

આણંદ જિ૯લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા મેલેરીયા વિભાગ અંતર્ગત જૂન માસને મેલેરીયા વિરોધી માસ તરીકે ઉજવણીનો પ્રારંભ કરાયો
મેલેરીયા શાખાના અધિકારી ડૉ.આલોક કુલશ્રેષ્ઠ ના જણાવ્યા મુજબ આણંદ જિલ્લાના ગ્રામ્ય તેમજ શહેરી આરોગ્ય કર્મચારીઓ દ્વારા ઘરે ઘરે ફરીને ઘનિષ્ઠ સર્વેલન્સની કામગીરી અને મચ્છર ઉત્પત્તિ સ્થાનોની મોજણી કરવામાં આવી રહી છે.

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના બોટની વિભાગના બોટનિકલ ગાર્ડનમાં ગિલોયના ૧.૪૦ લાખ રોપા તૈયાર કરી દેવાયા

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના બોટની વિભાગના બોટનિકલ ગાર્ડનમાં ગિલોયના ૧.૪૦ લાખ રોપા તૈયાર કરી દેવાયા
નેશનલ મેડિસિનલ પ્લાન્ટ બોર્ડ દ્વારા ચલાવવામાં આવી રહેલા "અમૃતા ફોર લાઈફ"ના રાષ્ટ્રીય અભિયાન અંતર્ગત વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના બોટની વિભાગના બોટનિકલ ગાર્ડનમાં ગિલોયના રોપા ઉછેરવાનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ,ગુજરાત પ્રાંતના પૂર્વ સંઘચાલક અને વરિષ્ઠ સ્વયંસેવક અમૃતભાઈ કડીવાળાનું અવસાન

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ,ગુજરાત પ્રાંતના પૂર્વ સંઘચાલક અને વરિષ્ઠ સ્વયંસેવક અમૃતભાઈ કડીવાળાનું અવસાન
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ગુજરાત પ્રાંતના પૂર્વ સંઘચાલક અને વરિષ્ઠ સ્વયંસેવક અમૃતભાઈ કડીવાળાનું ગઈકાલે સાંજે અવસાન થયું છે.

ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ ખાતે આવેલી જિલ્લાની મુખ્ય જનરલ હોસ્પિટલ એટલે કે સિવિલ હોસ્પિટલ, ડો. એન.ડી. દેસાઈ હોસ્પિટલ તેમજ મહાગુજરાત હોસ્પિટલ ખાતે મોકડ્રીલ યોજવામાં આવી

ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ ખાતે આવેલી જિલ્લાની મુખ્ય જનરલ હોસ્પિટલ એટલે કે સિવિલ હોસ્પિટલ, ડો. એન.ડી. દેસાઈ હોસ્પિટલ તેમજ મહાગુજરાત હોસ્પિટલ ખાતે મોકડ્રીલ યોજવામાં આવી
ફાયર બ્રિગેડ ,108 એમ્બ્યુલન્સ તેમજ પોલીસ કઈ રીતે કામ કરશે તેમને આપવામાં આવેલી તાલીમ અનુસંધાન આવી પરિસ્થિતિમાં સંયુક્ત રીતે આગ ,અકસ્માત જેવી ઘટનામાં તમામ એક સાથે પોતાને સોંપાયેલ કામગીરી કઈ રીતે કરશે, તે માટે હોસ્પિટલોમાં મોકડ્રીલ નું આયોજન કરવામાં આવ્યું હતું.

કોરોના વાયરસની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં વહીવટીતંત્ર દ્વારા આગોતરૂ આયોજન.

કોરોના વાયરસની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં વહીવટીતંત્ર દ્વારા આગોતરૂ આયોજન.
ત્રીજી લહેર બાળકો માટે ઘાતક બને તેવી સંભાવનાને ધ્યાને લઇ આણંદ જીલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા બાળકો માટે નવા 800 બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. આ ઉપરાંત જીલ્લાની 40 હોસ્પિટલોમાં બેડ, વેન્ટીલેટર, ઓક્સિજન સહિતની સુવિધા વધારવા માટે આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે.

ભૂજ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે અનોખું આયોજન કરવામાં આવ્યું.

ભૂજ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે અનોખું આયોજન કરવામાં આવ્યું.
યોગ નિષ્ણાંત સમીરભાઇ સોલંકી દ્વારા ફેસબુક લાઈવના માધ્યમથી યોગાભ્યાસની શરૂઆત ૧૬ મી જુનથી કરાવવામાં આવશે, યોગ સાધક ઘેર બેઠા તેમાં ભાગ લઇ શકશે.
અન્ય સમાચારો

લાઈવ ટ્વીટર ફીડ